<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 28th April 2026

ઈરાનનું ‘તેલ’ નીકળી ગયું: ટ્રમ્પની નાકાબંધીમાં ફસાયેલું ઈરાન હવે રડાર પર:માત્ર ૨૨ દિવસ ચાલે એટલો જ તેલનો જથ્થો બચ્યો

શેરને માથે સવા શેર: દુનિયાને તેલના તેવર બતાવનાર ઈરાન પોતે જ મુશ્કેલીમાં:ટ્રમ્પના કડક વલણે ઈરાનની કમર તોડી નાખી:૨૨ દિવસ પછી શું થશે? આખા મધ્ય-પૂર્વમાં ભારે અફરાતફરીની આશંકા:યુદ્ધના મેદાનમાં ઉતરેલું ઈરાન પોતાની જ રણનીતિમાં ઉંધા માથે પટકાયું

નવી દિલ્હી: ઈરાન અને ઈઝરાયેલ વચ્ચે ચાલી રહેલા યુદ્ધના માહોલમાં ઈરાન માટે એક અત્યંત ખરાબ સમાચાર સામે આવ્યા છે. અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા લાદવામાં આવેલી આર્થિક નાકાબંધી અને હાલના પ્રતિબંધોની અસર હવે ઈરાનની ધરતી પર દેખાવા લાગી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, ઈરાન પાસે હવે માત્ર ૨૨ દિવસનો જ ઓઈલ રિઝર્વ સ્ટોક બચ્યો છે.

અહેવાલો પ્રમાણે ઈસ્લામિક રિપબ્લિક પાસે હવે આગામી 12 થી 22 દિવસ સુધી ચાલે તેટલું જ ઓઈલ રિઝર્વ છે. આવી સ્થિતિમાં જો અમેરિકા સાથે તણાવ વધશે, તો પરિસ્થિતિ વધુ ખરાબ થશે. ન વપરાયેલ ક્રૂડ ઓઈલ સ્ટોરેજ ક્ષમતામાં આ ઘટાડાથી એવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે કે ઈરાનને મેના મધ્ય સુધીમાં દૈનિક ક્રૂડ ઓઈલ પ્રોડક્શન 1.5 મિલિયન બેરલ અને ઘટાડો કરવા માટે મજબૂર થઈ શકે છે. ઈરાન માટે આ એટલા માટે પણ ચિંતાનો વિષય છે કારણ કે ત્યાં પહેલાથી 2.5 મિલિયન બેરલ પ્રતિદિનનો ઘટાડો કરવામાં આવી ચૂક્યો છે.

આટલું જ નહીં ઈરાની ક્રૂડ ઓઈલની નિકાસ પણ સતત ઘટી રહી છે અને હવે તે ઘટીને 567,000 BPD રહી ગયો છે, જે માર્ચમાં 1.85 મિલિયન BPD હતો. આ ઉપરાંત લોડિંગમાં લગભગ 70% ટકાનો મોટો ઘટાડો નોંધવામાં આવ્યો છે. એકંદરે, અમેરિકા સાથેનું યુદ્ધ ઈરાનને ભારે પડી રહ્યું છે. એપ્રિલની શરૂઆતથી Iran Crisisમાં વધારો થયો છે અને ઈરાની ક્રૂડ ઓઈલની નિકાસમાં તીવ્ર ઘટાડો થયો છે, જોકે અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાની બંદરો પર નેવલ નાકાબંધીનો આદેશ આપ્યો હતો, જે હજુ પણ અમલમાં છે.

(6:27 PM IST)