તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 14th May 2026
ઈરાન બરબાદીના આરે: અમેરિકા સાથેની ટક્કરમાં કમરતોડ મોંઘવારીનો રાક્ષસ ફાટી નીકળ્યો, જનતા ત્રાહિમામ
સુપરપાવરની આર્થિક નાકાબંધી નડી: ઈરાની કરન્સી ‘રિયાલ’ તળિયે બેસી ગઈ:ખાવા-પીવાની ચીજો અને દવાઓના ભાવ આસમાને: યુદ્ધની આશંકા વચ્ચે અર્થતંત્રના લીરેલીરા ઉડ્યા, સામાન્ય લોકો દાણા-દાણા માટે મજબૂર

નવી દિલ્હી: મધ્ય-પૂર્વ (Middle East) માં સૈન્ય હલચલ અને અમેરિકા સામેના સંઘર્ષની સીધી અને ભયાનક અસર હવે ઈરાનના બજારો પર જોવા મળી રહી છે. અમેરિકા દ્વારા લાદવામાં આવેલા આકરા આર્થિક પ્રતિબંધો અને યુદ્ધ જેવી પરિસ્થિતિના કારણે ઈરાનમાં મોંઘવારીએ ઇતિહાસના તમામ રેકોર્ડ તોડી નાખ્યા છે. સ્થાનિક કરન્સીનું મૂલ્ય એટલું ઘટી ગયું છે કે લોકોએ સામાન્ય કરિયાણું ખરીદવા માટે પણ થેલા ભરીને નોટો આપવી પડી રહી છે.
ઇરાનમાં મોંઘવારી આકાશને આંબી રહી છે અને રોજબરોજ વધતા ભાવો ઇરાનની પ્રજાની કમર તોડી રહ્યા છે. ઇરાનની પ્રજા માટે રોજિંદુ જીવન જાણે દોહ્યલુ બની ગયું છે. ઇરાનમાં કોઈ વસ્તુ જાણે સસ્તી મળવુ દુર્લભ છે, ફક્ત મોત જ સસ્તુ છે જ્યારે જીવન સહિતનું બાકી બધું અત્યંત મોંઘુ થઈ ગયું છે. ખોરાકથી લઈને રોજિંદા ઉપયોગની ચીજવસ્તુઓ, દવા અને અન્ય સામગ્રીઓના આકાશને આંબતા જતા ભાવ જોઈને ઇરાનીઓના આંખે તમ્મર આવવા લાગે તેવી સ્થિતિ સર્જાઈ છે.
યુદ્ધના કારણે દેશમાં સામૂહિક ધોરણે નોકરીઓ ગાયબ થઈ રહી છે. ચાવીરુપ ઉદ્યોગોને મોટો ફટકો પડયો છે. સરકારે મહિના જેટલા લાંબા સમયથી ઇન્ટરનેટ બંધ કરતા જાણે બધા કારોબારો ઠપ થઈ ગયા છે.યુદ્ધ ઓછું પડતું હોય તેના પછી અમેરિકાની ઘેરાબંધીએ ઇરાનને મળતા ચીજવસ્તુઓના પુરવઠા પર જાણે કાપ મૂક્યો છે.
ઇરાનના અર્થશાસ્ત્રી અને બ્રાન્ડીસ યુનિવર્સિટીના રિસર્ચ ફેલો હદી કહલઝાદેહે જણાવ્યું હતું કે ઇરાન આ પ્રકારના આર્થિક પ્રતિબંધો અને દબાણો સામે દાયકાઓથી ઊભું રહી શક્યું છે. આ પ્રતિબંધો સામે અનુકૂળતા સાધી લેવાની તેની ક્ષમતાના કારણે ઇરાન હજી આર્થિક રીતે પડી ભાંગ્યું નથી. ઇરાન કદાચ સંપૂર્ણ આર્થિક ધબડકો ટાળી દે અથવા તેને ત્યાં વસ્તુઓની સંપૂર્ણ અછત ન પણ સર્જાય, પરંતુ તેણે આ માટે અત્યંત ઊંચી કિંમત ચૂકવવી પડશે તેમ માનવામાં આવે છે.
(5:43 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
