<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 11th September 2026

આંતરરાષ્ટ્રીય સ્તરે મહાકાળમુખો સનસનાટીભર્યો ધડાકોઃ ઈઝરાયલના પ્રચંડ રાક્ષસી હુમલાથી હચમચી ગયું લેબેનોન: ૨૦ વર્ષથી જમીન નીચે બનેલું પિશાચી નેટવર્ક પળવારમાં ખાખ

મિસાઈલો અને બોમ્બમારો કરી ઈઝરાયલી સેનાએ બોલાવ્યો કાળજું કંપાવી દેતો ભયાનક સપાટો:બે દાયકાથી ભોંયરામાં તૈયાર કરાયેલા બંકરો અને સુસજ્જ સુરંગો સટાકથી જમીનદોસ્ત:ચોંકાવારા ધડાકાથી મધ્યપૂર્વમાં હાહાકાર:આંતરરાષ્ટ્રીય સ્તરે ભયાનક ધ્રૂજારી

નવી દિલ્હી  :વિશ્વના નકશા પરથી હોશ ઉડાડી દેતો અને યુદ્ધના મેદાનમાં કંપારી છૂટી જાય તેવો એક અત્યંત ચોંકાવનારો, સનસનાટીભર્યો અને વિસ્ફોટક કાળમુખો આંતરરાષ્ટ્રીય ધડાકો સામે આવ્યો છે! ઈઝરાયલી એરફોર્સ અને સેનાએ લેબેનોન પર એવો રાક્ષસી અને પ્રચંડ હુમલો કર્યો છે કે આખું દેશ ધ્રૂજી ઉઠ્યું છે. છેલ્લા ૨૦ વર્ષથી જમીનની અંદર પિશાચી મહેનતથી બનાવવામાં આવેલું ભયાનક ભૂગર્ભ નેટવર્ક ઈઝરાયલે પળવારમાં સટાકથી ખાખ કરી નાખ્યું છે.

ઈઝરાયલના પ્રમુખ બેન્જામિન નેતન્યાહૂ અને સંરક્ષણ મંત્રી ઈઝરાયલ કાટ્ઝ દ્વારા સંયુક્ત નિવેદનમાં જણાવવામાં આવ્યું છે કે આ સૈન્ય કાર્યવાહીમાં હિઝબુલ્લાહના તે વ્યૂહાત્મક ઈન્ફ્રાસ્ટ્રક્ચરને નષ્ટ કરી દેવામાં આવ્યું છે, જે ઈરાની ભંડોળ અને આયોજન સાથે છેલ્લા બે દાયકામાં તૈયાર કરવામાં આવ્યું હતું. ઈઝરાયલી સેનાના જણાવ્યા મુજબ, આ ભૂગર્ભ નેટવર્ક બે કિલોમીટરથી વધુ લાંબુ હતું અને તેમાં રોકેટ, મિસાઇલ, ડ્રોન, એન્ટી-ટેન્ક મિસાઇલ, મશીન ગન, માઇન્સ અને અન્ય વિસ્ફોટકોનો મોટો જથ્થો છુપાવવામાં આવ્યો હતો. આ જટિલ કોમ્પ્લેક્સમાં હિઝબુલ્લાહની કુલીન બદ્ર યુનિટનું કમાન્ડ સેન્ટર, હથિયારોના સંગ્રહસ્થાન અને લડાકુઓ માટે લાંબો સમય ભૂગર્ભમાં રહી શકે તેવી રહેણાંક સુવિધાઓ પણ સામેલ હતી.

ઈઝરાયલી સરહદથી આશરે 15 કિલોમીટર દૂર આવેલો અલી અલ-તાહેર રિજ ઈઝરાયલ અને હિઝબુલ્લાહ વચ્ચેના સંઘર્ષનું એક મુખ્ય કેન્દ્ર બની ગયો છે. ઈઝરાયલે અગાઉ જણાવ્યું હતું કે તેના દળોએ દક્ષિણ લેબેનોનમાં વિસ્તૃત સુરક્ષા ઝોનના ભાગરૂપે આ રિજ પર કબજો મેળવી લીધો છે. યુએસ-સમર્થિત યુદ્ધવિરામ અને તણાવ ઘટાડવાના પ્રયાસો છતાં આ વિસ્તારમાં હજી પણ હિંસા યથાવત છે. લેબનીઝ સત્તાવાળાઓના જણાવ્યા અનુસાર, માર્ચ મહિનાથી ચાલી રહેલા ઈઝરાયલી હુમલાઓમાં અત્યાર સુધીમાં 4,300થી વધુ લોકોના મોત થયા છે.

 

(5:13 PM IST)