તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 29th October 2026
આંતરરાષ્ટ્રીય રાજકારણ અને યુદ્ધના મેદાનમાંથી અત્યાર સુધીનો સૌથી મોટો અને ખૌફનાક ધડાકો: રશિયાના ખાનગી જાસૂસી સેટેલાઇટે હુથી વિદ્રોહીઓને સાઉદી અરબ પર ઘાતક હુમલા કરવા માટે ગુપ્ત ડેટા પૂરો પાડી મદદ કરી હોવાનો સ્ફોટક પર્દાફાશ
મધ્ય પૂર્વના આકાશમાં મહાસત્તાઓની ખાનગી ચાલબાજીથી ભયાનક યુદ્ધના એંધાણ વર્તાતા વૈજ્ઞાનિકો અને આંતરરાષ્ટ્રીય રક્ષણ નિષ્ણાતોના છાતીના પાટિયા બેસી ગયા

નવી દિલ્હી: ગ્લોબલ ડિપ્લોમસી અને આંતરરાષ્ટ્રીય સુરક્ષા ક્ષેત્રમાંથી સમગ્ર દુનિયાને હચમચાવી દે તેવી એક અત્યંત ચોંકાવનારી, ખૌફનાક અને સનસનાટીભરી ગુપ્ત માહિતી બહાર આવી છે. પશ્ચિમી દેશો અને ગુપ્તચર એજન્સીઓના અહેવાલો મુજબ, રશિયાના અત્યાધુનિક અને ખાનગી જાસૂસી સેટેલાઇટ્સ (Spy Satellites) દ્વારા યેમેનના હુથી વિદ્રોહીઓને સાઉદી અરબના મહત્વપૂર્ણ સૈન્ય અને વ્યૂહાત્મક ઠેકાણાઓ પર ડ્રોન તેમજ મિસાઈલ હુમલા કરવા માટેનો લશ્કરી ડેટા અને ટાર્ગેટ લોકેશન પૂરા પાડવામાં આવ્યા છે.
એક ખાનગી જિયોસ્ટેશનરી જાસૂસી કંપનીએ વિશ્લેષણમાં દાવો કર્યો છે કે સાઉદી અરેબિયા પર થયેલા ૪૦ મિસાઇલ અને ડ્રોન હુમલા પહેલા અને પછી સંલગ્ન વિસ્તારો પર સેટેલાઇટની એક્ટિવિટી દેખાઈ હતી. ગયા મહિને ઇરાન સમર્થિત હુથી મિલિશિયાએ ચોકસાઇપૂર્વકનો હુમલો કર્યો. તેમા સાઉદી અરેબિયાની મહત્ત્વની ઓઇલ પાઇપલાઇનના પમ્પિંગ સ્ટેશનને નિશાન બનાવવામાં આવ્યું. તેના કેટલાક દિવસો પછી સાઉદી અરેબિયાના એક લશ્કરી એરબેઝ પર વધુ એક હુમલો થયો. તેમા હેન્ગરની અંદર ઉભેલું ઇટાલિયન લડાકુ વિમાન ક્ષતિગ્રસ્ત થઈ ગયું.
આ હુમલા એકદમ ચોકસાઇપૂર્વકના હતા અને સફળ પણ રહ્યા. આ હુમલાની આટલી જબરદસ્ત ચોકસાઈ પાછળ સ્પેસમાં ચાલતી એક્ટિવિટી સૌથી મહત્વનું કારણ હતી. આ અંગે દાવો કરવામાં આવ્યો છે કે હુમલાના ઘણા દિવસ પહેલા રશિયાના કેટલાય જાસૂસી ઉપગ્રહોએ જાસૂસી કરીને જાણકારી મેળવી હતી. આ માટે તે સાઉદી અરેબિયાની પાઇપલાઇન અને તેના એરબેઝ પર છેક સ્પેસમાંથી ડેરો જમાવ્યો હતો.
એક ખાનગી જિયોસ્પેશ્યલ ઇન્ટેલિજન્સ ફર્મેે જણાવ્યું હતું કે પહેલી જુલાઈથી ૧૯ ઓક્ટોબર સુધી વચ્ચે યમનના ઇરાન સમર્થિત હુથી બળવાખોરો અને ઇરાકમાં ઇરાન સમર્થિત આતંકી સમૂહોએ સાઉદી અરેબિયા પર કરેલા ૪૦ મિસાઇલ અને ડ્રોન હુમલાની તપાસ કરી. ફર્મને દરેક મામલામાં એકસરખી પેટર્ન જોવા મળી. આ હુમલાના કેટલાય દિવસ પહેલા અને પછી તે વિસ્તારો પર રશિયન સરકારની સરકારી અને લશ્કરના સેટેલાઇટ ચક્કર લગાવી રહ્યા હતા.
જિનિવા સ્થિત ઓરોરા જિયોસિગ્નલ ઇન્ટેલિજન્સના સ્થાપક નવાફ ઓબૈદે દાવો કર્યો છે કે અમને જે મળ્યું છે તે સેટેલાઇટની પ્રવૃત્તિઓ અને હુમલા વચ્ચે ૧૦૦ ટકા મેળ ખાય છે. આ પરિણામ દર્શાવે છે કે રશિયા ઇરાન અને હુથીઓની મદદ કરી રહ્યું છે, જેથી તે સાઉદી અરેબિયાના ક્રૂડ ઓઇલ અને લશ્કરી માળખાને નિશાન બનાવી શકે. આ હુમલાના લીધે વિશ્વસ્તરે ઉર્જાની કિંમત વધી ગઈ છે. ત્રણ અધિકારીઓએ જણાવ્યું હતું કે હુથીઓ અને ઇરાનના સહયોગીઓને રશિયાની જાસૂસી જાણકારી અને ચીનની ટેકનોલોજીનો ફાયદો મળ્યો છે. ઇરાનના સલાહકારોએ સ્થળ પર જ જાણકારીનું વિશ્લેષણ કર્યુ અને તેને સ્થળ પર પહોંચાડી.
(6:06 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
