તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 18th April 2026
ભારતનો આક્રમક ‘મિસાઇલ અવતાર’: એક પછી એક પરીક્ષણોથી પાકિસ્તાનમાં ફફડાટ: ઈસ્લામાબાદની ઊંઘ ઉડી ગઈ
પ્રોજેક્ટ ‘વિષ્ણુ’ અને હાઈપરસોનિક તાકાતથી દુશ્મનો સ્તબ્ધ: ભારતની મિસાઇલ રેન્જમાં હવે આખું પાકિસ્તાન: સંરક્ષણ ક્ષેત્રે ભારતની મજબૂત પકડ જોઈ પાડોશી દેશમાં ખળભળાટ: સરહદ પર હલચલ તેજ

નવી દિલ્હી: ભારત અત્યારે સંરક્ષણ ક્ષેત્રે આત્મનિર્ભર બની રહ્યું છે અને તેના એક પછી એક સફળ મિસાઇલ પરીક્ષણોએ પાકિસ્તાન અને ચીન જેવા દેશોની ચિંતામાં મસમોટો વધારો કર્યો છે. ખાસ કરીને ભારત દ્વારા વિકસાવવામાં આવી રહેલી હાઈપરસોનિક મિસાઇલો, જે અવાજ કરતા પણ અનેકગણી ઝડપે ત્રાટકે છે, તેનાથી બચવા માટે પાકિસ્તાન પાસે કોઈ તોડ નથી.
તાજેતરમાં જ ભારતે તેની વ્યૂહાત્મક શક્તિનું પ્રદર્શન કરતા અનેક લોન્ચિંગ કર્યા છે, જેના કારણે પાકિસ્તાની લશ્કરી વડાઓ અને નેતાઓમાં ગભરાટ ફેલાયો છે. પાકિસ્તાન આંતરરાષ્ટ્રીય મંચ પર આ મુદ્દે વિરોધ નોંધાવવાની પેરવી કરી રહ્યું છે, પરંતુ ભારતની સ્પષ્ટ નીતિ છે કે 'પહેલા હુમલો નહીં, પણ જો છેડશો તો છોડશું નહીં'. ભારતના આ 'મિસાઇલ પાવર'થી દક્ષિણ એશિયામાં શક્તિ સંતુલન હવે સંપૂર્ણપણે ભારત તરફ નમી ગયું છે. પાકિસ્તાની મીડિયામાં પણ અત્યારે ભારતના આ આધુનિક હથિયારોની જ ચર્ચા ચાલી રહી છે.
તે પછી તુર્તજ થોડા સમયમાં જ ભારતે તેના પ્રબળ પ્રક્ષેપાસ્ત્રોનું પરીક્ષણ કરવા નિર્ણય કરતાં અરબી સમુદ્રમાં ૪૦૦ કીલો મીટરનો 'નો-ફલાઈ-ઝોન' જાહેર કરતાં પાકિસ્તાન ગભરાટમાં આવી ગયું છે. બંને દેશોએ 'નોટિસીઝ-ટુ-એરમેન' (ર્શં્છસ્જી) જાહેર કરી છે.
અહેવાલો વધુમાં જણાવે છે કે, પાકિસ્તાને એપ્રિલ ૩૦ દિવસે સવારે ૩ વાગ્યાથી, એપ્રિલ ૨૧ (બપોરના ૩ વાગ્યા સુધી) 'નો-ફલાય-ઝોન' જાહેર કરી મનમાં તેની તાકાત માટે ફુલાતું હતું ત્યાં જ ભારતે પણ તેનું મિસાઇલ્સ પરીક્ષણ જાહેર કર્યું. જે એપ્રિલ ૨૨ (સવારના ૯.૩૦)થી એપ્રિલ ૨૫ (રાત્રીના ૯.૩૦) સુધી ચાલવાનું હોવાથી તે દિવસો વચ્ચે ૪૦૦ કીલોમીટરની ત્રિજ્યાનો અરેબીયન સીમા નો-ફલાઈ-ઝોન જાહેર કર્યો હતો. સાથે તેમ પણ જાહેર કર્યું હતું કે, આ વિસ્તારથી તે સમય દરમિયાન દરેક જહાજોએ અને વિમાનોએ પણ દૂર રહેવું જેથી અકસ્માતથી પણ કોઈને નુકસાન ન પહોંચે.
મધ્યપૂર્વમાં વધી રહેલી તંગદિલીને લીધે મધ્યપૂર્વ આસપાસના દેશોમાં પણ લશ્કરી કાર્યવાહી વધી ગઈ છે. બીજી તરફ હોર્મુઝ સમુદ્ર ધુનિ બંધ થતાં એશિયા, આફ્રિકા અને યુરોપનો ઊર્જા પૂરવઠો અટવાઈ ગયો છે. સાથે અરબી સમુદ્રમાં નૌકાદળોની કાર્યવાહી પણ વધી રહી છે. ભારતે તેનું જાસૂસી યુદ્ધ જહાજ આઈએનએસ 'ધુ્રવ' તે વિસ્તારમાં નજર રાખવા મોકલી દીધું છે. ભારતનો હેતુ મૂળભૂત રીતે શાંતિમય હોવા છતાં ભારતની પ્રહાર શક્તિથી પાકિસ્તાન ગભરાઈ ગયું છે.
(5:35 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
