તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 22nd June 2026
વૈશ્વિક એનર્જી માર્કેટમાં ભારત-રશિયાનો પ્રચંડ માસ્ટરસ્ટ્રોક: અમેરિકા-ઈરાન વાટાઘાટો વચ્ચે કાચા તેલ અંગે ખેલાયો મસમોટો ખેલ: પશ્ચિમી દેશોના દબાવને ફગાવી ભારતે સસ્તા ક્રૂડ ઓઇલની ડીલ પાકી કરતા ડોનાલ્ડ ટ્રમ્પ પણ જોતા રહી ગયા
વ્હાઇટ હાઉસના પ્રતિબંધોની ઐસીતૈસી કરીને ભારતે રાષ્ટ્રીય હિતોને આપ્યું સર્વોચ્ચ સ્થાન:રશિયા સાથે એનર્જી સેક્ટરમાં નવો ઈતિહાસ રચાયો: ગ્લોબલ ઓઇલ માર્કેટમાં નવી દિલ્હીના દબદબાથી આખી દુનિયાના દેશો સ્તબ્ધ

નવી દિલ્હી: વૈશ્વિક સ્તરે ચાલી રહેલી અમેરિકા-ઈરાન વાટાઘાટો અને તણાવપૂર્ણ સ્થિતિની બિલકુલ વચ્ચે ભારત અને રશિયાએ એનર્જી સેક્ટરમાં મસમોટો ખેલ પાડીને પશ્ચિમી દેશોની કુટનીતિના હોશ ઉડાવી દીધા હોવાના તોતિંગ અહેવાલો ઇન્ટરનેશનલ મીડિયામાં છવાયા છે. વૈશ્વિક કુટનીતિ અને ગ્લોબલ ઓઇલ ડેસ્ક રિપોર્ટ મુજબ, અમેરિકા જ્યારે ઈરાન અને રશિયા પર આર્થિક પ્રતિબંધો લાદીને તેલના બજારને નિયંત્રિત કરવા મથી રહ્યું છે, ત્યારે ભારતે મોટો દાવ રમીને રશિયા પાસેથી ડિસ્કાઉન્ટ રેટ પર કાચા તેલ (Crude Oil) ની ખરીદીના નવા કરારો મજબૂત કરી દીધા છે. આ વ્યૂહાત્મક પગલાથી અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પ્રશાસન પણ મોઢું જોતું રહી ગયું છે, કારણ કે ભારતે કોઈપણ આંતરરાષ્ટ્રીય દબાણ સામે ઝૂકવાનો સ્પષ્ટ ઇનકાર કરી દીધો છે. ભારત અને રશિયા વચ્ચે રુબલ-રૂપિયા અથવા વૈકલ્પિક પેમેન્ટ ગેટવે દ્વારા આ મસમોટો વેપાર અવિરત ચાલુ રહેતા ગ્લોબલ સપ્લાય ચેઈન સમીકરણો બદલાયા છે.
22 જૂનના રોજ બ્રન્ટ ક્રૂડ ઓઇલ 79.08 ડૉલર પ્રતિ બેરલ અને WTI ક્રૂડ 75 ડૉલર પ્રતિ બેરલ પર આવી ગયું છે. ઓઇલની ઘટતી કિંમતો વચ્ચે ભારત માટે બેવડી ખુશખબરી આવી છે, કારણ કે અમેરિકા-ઈરાન વચ્ચે સમજૂતી થયા બાદ 'સ્ટ્રેટ ઑફ હોર્મુઝ' જહાજોની અવરજવર માટે ખુલવાથી ભારત જેવા આયાત પર નિર્ભર દેશને ક્રૂડ ઓઇલ અને ગેસ સંકટમાંથી મોટી રાહત મળશે. જોકે, આ સંકટ સંપૂર્ણપણે ટળે તે પહેલા જ ભારતે પોતાની વ્યૂહનીતિ બદલીને ઓઇલ આયાતના સમીકરણોમાં મોટો ફેરબદલ કરી દીધો છે.
એક રિપોર્ટ અનુસાર ભારતે જૂન મહિનામાં દરરોજ 4.9 મિલિયન બેરલ ક્રૂડ ઓઇલની આયાત કરી છે, જે અગાઉના સરેરાશ દર કરતાં વધુ છે. પેટ્રોલિયમ અને ગેસ મંત્રાલયના આંકડા દર્શાવે છે કે 28 ફેબ્રુઆરીએ ઈરાન યુદ્ધ શરૂ થયા બાદ ભારતના ઓઇલ આયાતમાં 14% સુધીનો ઘટાડો નોંધાયો હતો, પરંતુ મે અને જૂન મહિનામાં તેમાં ફરીથી જોરદાર રિકવરી આવી છે. અમેરિકાએ રશિયન ઓઇલ પર લગાવેલા પ્રતિબંધોમાં આપેલી છૂટની ડેડલાઇન 17 જૂનના રોજ ખતમ થઈ રહી હતી, પરંતુ તેને ફરીથી લંબાવવામાં આવતા ભારતે તેનો ભરપૂર ફાયદો ઉઠાવ્યો છે. ભારતે રશિયા પાસેથી ઓઇલની ખરીદી ખૂબ જ વધારી દીધી છે અને તે રશિયન ઓઇલનો સૌથી મોટો આયાતકાર દેશ બની ગયો છે, જ્યારે બીજી તરફ અમેરિકાથી થતી આયાતમાં મોટો ઘટાડો કર્યો છે.
(4:50 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
