<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 3rd October 2026

બે માળનું ઘર જમીન પરથી પાણીમાં મૂકી દો તો તરવા લાગે

આ ઘર સાથે બીજી કોઈ નાવડી કે વાહન નજર નથી આવતું

લ્‍યુસિયાના,તા.૩: અમેરિકાની બ્‍લુ હોવર્ડ નામની મહિલાએ ફેસબુક પર એક વિડિયો શેર કર્યો છે જેમાં બે માળનું એક ઘર જમીન પરથી ખસેડીને એક માણસ નદીના પાણીમાં ઉતારે છે અને એ ઘર પાણીમાં ફર્રાટેદાર ગતિએ ચાલે છે. અમેરિકાના લ્‍યુસિયાનામાં ફલોટિગ હાઉસનો કન્‍સેપ્‍ટ બહુ નવો નથી, પરંતુ આ એકદમ મોડર્ન ઘર લાગે છે. આ ઘર રિમોટ કન્‍ટ્રોલથી પાણી પર ચાલે છે. આ ઘર સાથે બીજી કોઈ નાવડી કે વાહન નજર નથી આવતું

(9:59 AM IST)