તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 1st September 2026
ચીન-પાકિસ્તાનમાં ભારે સનસનાટી અને ફફડાટ: પુતિને ભારતને આપી એવા ઘાતક હથિયારોની બમ્પર ઑફર જેનો દુશ્મનો પાસે કોઈ તોડ નથી
રશિયાની ભારતને ધડાકાભરી ઓફર:ફિફ્થ જનરેશન સ્ટીલ્થ ફાઇટર અને હાઇપરસોનિક મિસાઇલો સાથે સંપૂર્ણ ટેકનોલોજી આપવા પુતિન તૈયારઃ ચીન-પાક છાવણીમાં ભારે કંપારી

નવી દિલ્હીઃવૈશ્વિક રાજકારણ અને સંરક્ષણ ક્ષેત્રે એક અત્યંત મોટા અને સનસનાટીભર્યા અહેવાલનો ધડાકો થયો છે! રશિયાના પ્રમુખ વ્લાદિમીર પુતિને ભારતને પોતાના સૌથી ઘાતક ફિફ્થ જનરેશન સ્ટીલ્થ ફાઈટર જેટ ‘Su-57’ અને અલ્ટ્રા-લોંગ રેન્જ હાઇપરસોનિક મિસાઈલો આપવાની ખુલ્લી ઑફર કરી દીધી છે. આ સાથે રશિયાએ કોઈપણ શરત વગર ભારતને સંપૂર્ણ ટેકનોલોજી ટ્રાન્સફર (તમામ સોર્સ કોડ્સ સાથે) કરવાની પણ તૈયારી દર્શાવી છે. દુશ્મન દેશોના રડારને પણ થાપ આપીને આકાશમાંથી કાળ બનીને ત્રાટકતા આ ઘાતક હથિયારો આગળ ચીન કે પાકિસ્તાનનું કોઈ બ્રહ્માસ્ત્ર કામ કરી શકે તેમ નથી! રશિયાની આ ઐતિહાસિક અને આક્રમક ઑફરથી બીજિંગ અને ઇસ્લામાબાદની ઊંઘ ઉડી ગઈ છે અને બંને દેશોના લશ્કરી વર્તુળોમાં ભારે ફફડાટ અને સન્નાટો વ્યાપી ગયો છે!
રશિયા દ્વારા અગાઉ સપ્લાય કરવામાં આવેલી S-400 સિસ્ટમે ભારતીય સૈન્યમાં શાનદાર દેખાવ કર્યો છે. 'ઓપરેશન સિંદૂર' દરમિયાન S-400 એ પાકિસ્તાની એરબોર્ન અર્લી વોર્નિંગ એરક્રાફ્ટને રેકોર્ડ અંતરે જ તોડી પાડ્યું હતું. આ જ સફળતાને ધ્યાનમાં રાખીને રશિયાએ વધુ 5 S-400 સ્ક્વોડ્રન આપવાની બિડ રજૂ કરી છે. તેની સાથે રશિયા આગામી પેઢીની S-500 સિસ્ટમ પણ આપવા માંગે છે. જોકે, ભારત માટે આ નિર્ણય જટિલ છે કારણ કે ભારતે પોતાના સ્વદેશી 'પ્રોજેક્ટ કુશ' (Project Kusha) અને બેલિસ્ટિક મિસાઇલ ડિફેન્સ પ્રોગ્રામમાં ભારે ટેકનોલોજીકલ રોકાણ કર્યું છે. આથી સ્વદેશી સિસ્ટમ તૈયાર થઈ રહી હોય ત્યારે S-500 ખરીદવું કે કેમ તે મોટો પ્રશ્ન છે.
ભારતીય વાયુસેના (IAF) હાલમાં ઘટતા ફાઇટર સ્ક્વોડ્રન અને સ્ટીલ્થ ફાઇટર જેટની અછતનો સામનો કરી રહી છે. ચીન પાસે 500 થી વધુ J-20 સ્ટીલ્થ જેટ છે અને પાકિસ્તાન પણ ચીન પાસેથી J-35 મેળવવાની તૈયારીમાં છે. આવી સ્થિતિમાં રશિયાએ Su-57 જેટ્સ ટેકનોલોજી ટ્રાન્સફર અને ભારતમા સ્થાનિક ઉત્પાદનની શરત સાથે ઓફર કર્યા છે. IAF આ પ્રસ્તાવને સ્વદેશી AMCA (એડવાન્સ્ડ મીડિયમ કોમ્બેટ એરક્રાફ્ટ) ન આવે ત્યાં સુધીના 'સ્ટોપગેપ' (કામચલાઉ) ઉકેલ તરીકે જોઈ રહ્યું છે. પરંતુ વિદેશી ફાઇટર ખરીદવાથી વિવિધ પ્રકારના વિમાનોના લોજિસ્ટિક્સ અને મેન્ટેનન્સનો બોજ પણ વધવાની શક્યતા છે.
(6:18 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
