News of Thursday, 30th July 2026
કોંગોમાં ઈબોલા વાઈરસનો ભયાનક કોપ: ૨૪ કલાકમાં ૫૦ લોકોના મોત: ૧ કરોડથી વધુ લોકો પર ખાદ્ય સંકટ ઘેરાયું
જીવલેણ વાઈરસના ઝડપી પ્રસારથી મચેલો હાહાકાર: સંયુક્ત રાષ્ટ્રે (UN) ગંભીર સ્થિતિ અંગે ભારે ચિંતા વ્યક્ત કરી તબીબી સહાય મોકલવા અપીલ કરી

નવી દિલ્હી: આફ્રિકન દેશ કોંગોમાં ઈબોલા વાઈરસના અચાનક વિસ્ફોટથી માનવતાવાદી સંકટ ઘેરું બન્યું છે; છેલ્લા ૨૪ કલાકમાં જ આ જીવલેણ વાઈરસના ચેપથી ૫૦થી વધુ લોકોના કરૂણ મોત નીપજ્યા છે, જેને પગલે સમગ્ર વિસ્તારમાં ભારે દહેશત વ્યાપી ગઈ છે; વાઈરસના પ્રકોપ અને ફેલાવાને રોકવા માટે લાદવામાં આવેલા પ્રતિબંધોના કારણે દેશના અંદાજે ૧ કરોડથી વધુ લોકો પર ભયાનક ખાદ્ય સંકટ તોળાઈ રહ્યું છે; આ ગંભીર અને ચિંતાજનક સ્થિતિને ધ્યાનમાં રાખીને સંયુક્ત રાષ્ટ્ર (UN) દ્વારા ઊંડી ચિંતા વ્યક્ત કરવામાં આવી છે; યુએન અને આંતરરાષ્ટ્રીય આરોગ્ય સંસ્થાઓ દ્વારા અસરગ્રસ્ત વિસ્તારોમાં તાત્કાલિક ધોરણે તબીબી ટીમ, દવાઓ અને ખાદ્ય સામગ્રી પહોંચાડવા માટે કટોકટીના ધોરણે કામગીરી હાથ ધરવામાં આવી છે.
અધિકારીઓએ આપેલા આંકડા મુજબ, કોંગોમાં માત્ર 24 કલાકમાં ઇબોલાના કારણે 50 લોકોના મોત થયા છે. અહીં દર 20 દિવસે કેસની સંખ્યા બમણી થઈ રહી છે, જે બચાવ ટુકડીઓની કામગીરી કરતાં ઘણી વધારે સ્પીડથી આગળ વધી રહી છે.
WFPના નિયામક કાર્લ સ્કાઉના જણાવ્યા અનુસાર, કોંગોમાં આ અત્યાર સુધીનો સૌથી ઝડપથી ફેલાતો ઇબોલા સંકટ છે. ભૂતકાળની સરખામણી કરતા તેમણે જણાવ્યું કે, પશ્ચિમ આફ્રિકામાં જ્યારે 1000 લોકોના મોત માટે 8 મહિનાનો સમય લાગ્યો હતો, તેની સામે કોંગોમાં છેલ્લા માત્ર બે મહિનામાં જ 1000 લોકો પોતાના જીવ ગુમાવી ચૂક્યા છે.
(6:38 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
