<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 23rd June 2026

આફ્રિકન દેશ કોંગોમાં જીવલેણ ઇબોલા વાયરસનો ભયાનક વિસ્ફોટ: કુલ સંક્રમિત દર્દીઓનો આંકડો ૧૦૦૦ને પાર થતાં વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન (WHO) દ્વારા ગ્લોબલ હેલ્થ એલર્ટ જાહેર: રોગચાળાના કહેર વચ્ચે અત્યાર સુધીમાં ૨૫૪ દર્દીઓ મોતના મુખમાં ધકેલાતા હાહાકાર

માનવ શરીરમાં આંતરિક રક્તસ્ત્રાવ પેદા કરતા અત્યંત ચેપી વાયરસના કારણે આખા આફ્રિકા ખંડ પર મંડરાયું મોટું સંકટ:મેડિકલ ટીમો અને આંતરરાષ્ટ્રીય રેડક્રોસ સોસાયટી દ્વારા ઇમરજન્સી આઇસોલેશન વોર્ડ અને રસીકરણ ઝુંબેશ તેજ કરાઈ

નવી દિલ્હી: આફ્રિકા ખંડના મધ્ય ભાગમાં આવેલા ડેમોક્રેટિક રિપબ્લિક ઓફ કોંગોમાં ઘાતક અને લોહી ઉગાડતા ઇબોલા વાયરસનો પ્રકોપ બેકાબૂ બનતા આંતરરાષ્ટ્રીય સ્તરે ભારે ચિંતા વ્યાપી ગઈ છે. સત્તાવાર આંકડાઓ મુજબ કોંગોમાં ઇબોલા સંક્રમિતોની સંખ્યા એક હજારના આંકડાને પાર કરી ગઈ છે, જેમાંથી ૨૫૪ સંક્રમિતોના કમકમાટીભર્યા મોત નિપજ્યા હોવાની પુષ્ટિ થઈ છે. ગ્લોબલ એપિડેમિક કંટ્રોલ, ડબ્લ્યુએચઓ હેલ્થ ઇમરજન્સી એન્ડ વાયરસ સરવેલન્સ ડેસ્ક રિપોર્ટ મુજબ, ઇબોલા વાયરસના નવા વેરિઅન્ટના કારણે સંક્રમણની ગતિ અત્યંત ઝડપી બની છે, જે સ્પર્શ અને શારીરિક પ્રવાહી દ્વારા એક વ્યક્તિમાંથી બીજી વ્યક્તિમાં સેકન્ડોમાં ફેલાય છે. કોંગોના પછાત અને સંઘર્ષગ્રસ્ત વિસ્તારોમાં સેનિટાઇઝેશન અને પ્રોટેક્ટિવ ગીઅર વિના કામ કરતા સ્થાનિક તબીબો પણ આ રોગચાળાનો ભોગ બની રહ્યા છે.

વરિષ્ટ તબીબોનું કહેવું છે કે ભાગ્યે જ જોવા મળતાં બુંડી બુંગ્યો વિષાણુથી આ રોગ સામે કોઈ નિશ્ચિત રસી નથી મળી, કે નથી કોઇ ઔષધી પણ મળી.

ડેમોક્રેટીક રીપબ્લિક ઓફ કોંગો પાટનગર લીયો પોલ્ડ વિલો સ્થિત વહીવટ અધિકારીઓ જણાવે છે કે વાસ્તવમાં સંક્રમિતોની સંખ્યા આથી ઘણી વધુ હોઈ શકે છે. તેમજ આ રોગનું મોજું ફરી આવવાની ભીતિ રહેલી છે. વરિષ્ટ તબીબો કહે છે કે સૌથી મોટી મુશ્કેલી તો તે છે કે આ રોગ રોગીના શ્વાસ દ્વારા પણ ફેલાઈ શકે છે. તેથી તે રોગીના સીધા સંપર્કમાં ન હોય પરંતુ આસપાસ નજીક હોય તે બધા સંક્રમિત થઈ જાય છે. પ્રશાસન પૂરા પ્રયત્નો કરે છે પરંતુ બરફચ્છાદિત પર્વતોની ખીણોમાં રહેલાં નાના નાનાં ગામડાંઓ સુધી પહોંચવું એ રોગી વિશે તપાસ કરવી બહુ મુશ્કેલ કામ છે.

(5:37 PM IST)