News of Monday, 27th April 2026
હિઝબુલ્લાહના નવા ‘સુપ્રીમો’ની ગર્જના: ઈઝરાયેલ સામે મૂકી પ આકરી શરતો: ‘નહીંતર લોહીની નદીઓ વહેશે’ એવી આપી ધમકી
યુદ્ધ વિરામ માટે નેતન્યાહુને અલ્ટીમેટમ: ‘ગાઝામાંથી સેના હટાવો અને અમારા કેદીઓને છોડો’—હિઝબુલ્લાહના નવા ચીફની લાલ આંખ:મિડલ ઈસ્ટમાં ફરી મહાયુદ્ધના ભણકારા:તેલ અવીવ પર મિસાઈલ હુમલા તેજ કરવાની ચેતવણી:જો શરતો નહીં મનાય તો ઈઝરાયેલના અસ્તિત્વ સામે ખતરો હોવાનો દાવો

નવી દિલ્હી: લેબનોનના આતંકી સંગઠન હિઝબુલ્લાહના નવા વડાએ સત્તા સંભાળતાની સાથે જ ઈઝરાયેલ સામે નવો મોરચો ખોલી દીધો છે. એક વીડિયો સંદેશમાં નવા ચીફે ઈઝરાયેલને ચેતવણી આપતા જણાવ્યું છે કે, જો ઈઝરાયેલ પોતાની ધરતી પર શાંતિ ઈચ્છતું હોય તો તેણે હિઝબુલ્લાહની પાંચ શરતો સ્વીકારવી પડશે. આ શરતોમાં સૌથી મુખ્ય શરત ગાઝામાંથી ઈઝરાયેલની સેનાની સંપૂર્ણ પીછેહઠ અને વર્ષોથી જેલમાં બંધ હિઝબુલ્લાહના લડવૈયાઓને મુક્ત કરવાની છે.
કાસિમે બિલકુલ સીધા શબ્દોમાં કહ્યું કે હિઝબુલ્લાહ ઈઝરાયલ સાથે ક્યારેય સીધી વાતચીત કરશે નહીં. તેમણે આ વાતને સંપૂર્ણપણે નકારી કાઢી. આ નિવેદન એટલા માટે મહત્વનું છે કારણ કે લેબનોનની સરકાર પર દબાણ છે કે તેઓ વચ્ચે આવીને કોઈ રસ્તો કાઢે.
કાસિમે લેબનોનમાં સત્તા પર બેઠેલા લોકોને પણ સંભળાવી દીધું. તેમણે કહ્યું કે જે લોકો ઈઝરાયલ અને અમેરિકાના કહેવા પર ચાલી રહ્યા છે તેઓ ન તો લેબનોનનું ભલું કરી રહ્યા છે અને ન પોતાનું. તેનો મતલબ છે કે હિઝબુલ્લાહ નથી ઈચ્છતું કે લેબનોનની સરકાર ઈઝરાયલ-અમેરિકાના દબાણમાં આવીને એવો કોઈ સમજૂતી કરે જે હિઝબુલ્લાહને નબળું પાડે. કાસિમે એમ પણ કહ્યું કે ઈઝરાયલ અને અમેરિકા જે વસ્તુ લેબનોનની સરકાર પાસેથી ઈચ્છે છે તે તેમના વશમાં નથી. અને સરકાર જે ઈઝરાયલ પાસેથી ઈચ્છે છે તે તેમને મળવાનું નથી. એટલે કે બંને તરફથી ડીલ થવાની તેમને કોઈ આશા નથી.
(5:46 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
