તા. ૧૪ ડિસેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૨ માગશર વદ – ૧૦ રવિવાર
News of Friday, 15th May 2026
ભારે કરી! આ મહિલાના મહાકાય શરીર નીચે કચડાવા માગે છે પુરુષોઃ એક મિનિટના ૧૦ હજાર રુપિયા ચાર્જ
સોશિયલ મીડિયા અને એડલ્ટ કન્ટેન્ટની દુનિયામાં એક નવો ટ્રેન્ડ ઝડપથી વધી રહ્યો છે, જેને ‘Giantess Fetish' કહેવાય છે

લંડન,તા.૧૫: સોશિયલ મીડિયા અને એડલ્ટ કન્ટેન્ટની દુનિયામાં એક નવો ટ્રેન્ડ ઝડપથી વધી રહ્યો છે, જેને ‘Giantess Fetish' કહેવાય છે. આ ટ્રેન્ડનો સૌથી ચર્ચિત ચહેરો છે ૨૬ વર્ષીય બ્રિટિશ મહિલા અમીરા ઈવાંસ, જેની હાઈટ ૬ ફૂટ ૭ ઇંચ છે. અમીરાએ ખુદ ખુલાસો કર્યો છે કે નાના કદવાળા પુરુષ તેના ભારે ભરખમ ધમકી ભર્યા વીડિયો માટે પૈસા આપે છે.
અમીરા જણાવે છે કે ક્લાયન્ટ્સ તેની પાસેથી ખાસ વીડિયો મગાવે છે, જેમાં તે કહે છે કે હું તને મારી નીચે કચડી નાખીશ. તારો જીવ લઈ લઈશ, મારા વિશાળ શરીર નીચે દબાઈને મરી જઈશ, જેવી વાતો. એક મિનિટના આવા કસ્ટમ વીડિયો માટે પુરુષો તેને ૧૦૦ ડોલર (લગભગ ૮૩૦૦થી ૧૦,૦૦૦ રૂપિયા) સુધી આપવા તૈયાર રહે છે.
યુનિવર્સિટીના સમયે અમીરાએ એડલ્ટ કન્ટેન્ટ બનાવવાનું શરૂ કર્યું હતું. પોતાના ઊંચા કદ કાઠીના કારણે પહેલા તે વિચારતી હતી કે કોઈ તેને આકર્ષક નહીં માને, પણ ઉલટું થયું. તેની લંબાઈ અને શક્તિશાળી શરીરને જોઈ કેટલાય પુરુષોમાં ‘Giantess Fantasy' જાગી ગઈ. હવે તે તેની મુખ્ય આવકનું સાધન બની ગયું.
અમીરા જણાવે છે કે મોટા ભાગના ક્લાયન્ટ નાના કદના છે. તે મારી નીચે દબાવા, કચડાઈ જવા અને સંપૂર્ણપણે કંટ્રોલ થવાની કલ્પનાથી ઉત્તેજિત થાય છે. આ ફેટિશ ‘Giantess' અથવા ‘Squish Fetish'ના નામથી ઓળખાય છે. જેમાં એક ખૂબ લાંબી અને શક્તિશાળી મહિલા નાના પુરુષોને કચડવા અથવા દબાવાની ફેન્ટસી હોય છે.
એક્સપર્ટ્સના જણાવ્યા અનુસાર, સોશિયલ મીડિયા અને પોર્ન સાઇટ્સ પર આવા કન્ટેન્ટ સરળતાથી મળી રહે છે. તણાવ ભરી જિદગીથી બચવા માટે લોકો અસામાન્ય ફેન્ટસી તરફ જઈ રહ્યા છે. ઊંચી મહિલાઓ પ્રત્યે આકર્ષણ અને પાવર ડાયનામિક્સની ઈચ્છા પુરુષોમાં ખૂબ જોવા મળે છે. આવા મોંઘા કસ્ટમ વીડિયોથી ક્રિએટર્સને સારી કમાણી થઈ જાય છે. અમીરા જેવા ક્રિએટર્સ હવે પ્રોફેશનલ રીતે કામ કરી રહ્યા છે. તેઓ ક્લાયન્ટની ડિમાન્ડ અનુસાર, સ્ક્રિપ્ટ લખી વીડિયો બનાવે છે અને મોકલે છે.
ભારતમાં પણ આવા ફેટિશ કન્ટેન્ટની માગ વધી રહી છે. કેટલાય ભારતીય ક્રિએટર્સ અને વિદેશી મોડલ્સ ભારતીય ક્લાયન્ટ્સને કસ્ટમ વીડિયો મોકલી રહ્યા છે. જો કે કાનૂની રીતે એડલ્ટ કન્ટેન્ટ પર અમુક પ્રતિબંધ છે, પણ પ્રાઇવેટ ડીલ્સ દ્વારા આ ચાલી રહ્યું છે. અમીરા કહે છે કે તે પોતાની હાઈટને હવે પોતાની તાકાત માને છે. પહેલા તેને લાગતું હતું કે આટલી લાંબી હોવું અભિશાપ છે, પણ હવે આ તેનો સૌથી મોટો ફાયદાનો સોદો છે. તે મહિલાઓને પણ સલાહ આપે છે કે પોતાની બોડીને ક્યારેય ઓછું ન આંકો
(10:13 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
