તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 14th May 2026
ભારે કરી! આ મહિલા પુરુષો નહીં પણ ઝાડ પર ફીદા થઈઃ પતિ માની તેની સાથે હૂંફાળી પળો માણે
તેણે હાલમાં જ ખુલાસો કર્યો કે, તે એક વિશાળ ઓક ઝાડ સાથે રોમેન્ટિક અને ઈરોટિક રિલેશનશિપમાં છે : તે ઝાડને ગળે લગાવે છે, તેની સાથે વાતો કરે છે અને તેની સાથે સમય વિતાવે છેઃ જો કે તેણે સ્પષ્ટ કર્યું કે આ શારીરિક સંબંધ નથી, પણ ઊંડી સંવેદનશીલ અને કામુક જોડાણ છે

ટોરેન્ટો,તા.૧૪: દુનિયામાં હવે રિલેશનશિપની પરિભાષા બદલાતી જાય છે. અમુક લોકો અપોઝિટ જેન્ડરને પ્રેમ કરે છે, તો અમુક સેમ સેક્સને પસંદ કરે છે, તો અમુક બાઈનરીની બહાર છે. પણ હવે એક નવો ટ્રેન્ડ સામે આવ્યો છે. તેનું નામ છે ઈકોસેક્સુઆલિટી. તેમાં લોકો માણસની જગ્યા પ્રકૃતિ, ઝાડ-છોડ અને પૃથ્વીને પોતાના રોમેન્ટિક અને કામુક પાર્ટનર માને છે. આ ટ્રેન્ડની એક સનસનીખેજ મિસાલ છે કેનેડાની સોન્યા સેમ્યોનોવા.
૪૫ વર્ષની આ મહિલા ખુદને સેલ્ફ ઈન્ટિમેસી કોચ ગણાવે છે. તેણે હાલમાં જ ખુલાસો કર્યો કે, તે એક વિશાળ ઓક ઝાડ સાથે રોમેન્ટિક અને ઈરોટિક રિલેશનશિપમાં છે. સોશિયલ મીડિયા પર આ ખબર વાયરલ થઈ ગઈ છે અને લોકો નવાઈ પામતા તેના પર ચર્ચા કરી રહ્યા છે. સોન્યાએ લોકોને પોતાની યૂનિક લવ સ્ટોરી જણાવી છે.
સોન્યા જણાવે છે કે આ બધું કોવિડ-૧૯ લોકડાઉન દરમ્યાન શરુ થયું હતું. તે રોજ વોક પર જતી હતી અને એક મોટા ઓક ઝાડ પાસે જઈને તેને ગળે લગાવીને બેસતી હતી. જ્યારે હું આ ઝાડ પાસે જઈ પીઠ લગાવીને ઊભી રહેતી તો એક અનોખી કામુક ઊર્જાનો અનુભવ થતો હતો. આટલું મોટું અને જૂનું ઝાડ મને ગળે લગાવતું હતું. જાણે કોઈ પ્રેમી, સોન્યાએ મીડિયાને જણાવ્યું કે, ધીમે ધીમે આ કનેક્શન એટલું ગાઢ થયું કે સોન્યા હવે આ ઝાડને પોતાના પાર્ટનર માનવા લાગી.
તે કહે છે કે ઝાડ તેની સાથે ભાવનાત્મક, આધ્યાત્મિક અને કામુક સ્તર પર સંપૂર્ણપણે સ્પષ્ટ કરે છે. મને માણસોથી જે હૂંફ અને ઈરોટિક એનર્જી જોઈતી હતી, તે મને આ ઝાડ પાસેથી મળતી હતી. માણસના સંબંધો અસ્થાયી હોય છે, પણ આ સ્થાયી છે. તેવું સોન્યાનું કહેવું છે.
તે ઝાડને ગળે લગાવે છે, તેની સાથે વાતો કરે છે અને તેની સાથે સમય વિતાવે છે. જો કે તેણે સ્પષ્ટ કર્યું કે આ શારીરિક સંબંધ નથી, પણ ઊંડી સંવેદનશીલ અને કામુક જોડાણ છે. સોન્યા ઈકોસેક્સ્યુઅલ મૂવમેન્ટનો ભાગ છે, જે પ્રકૃતિને ખાલી બચાવવાની વસ્તુ નથી, પણ પ્રેમ અને કામુકતાનોસ્ત્રેત માને છે.
ઈકોસેક્સ્યુઆલિટીની અવધારણા કેટલાય વર્ષો પહેલાથી ચાલી આવી રહી છે. અમુક એક્ટિવિસ્ટ તેને પર્યાવરણ સંરક્ષણની નવી રીત ગણાવે છે. તેમનું માનવું છે કે જો આપણે પૃથ્વીને પોતાનો પ્રેમી માનીએ તો તેને નુકસાન પહોંચાડતા પહેલા વિચારીશું. પણ સોન્યાની કહાની તેનાથી એક સ્ટેપ આગળના સ્તર પર લઈ જાય છે.
સોન્યા વૈંકૂવર આઈલેન્ડ, બ્રિટિશ કોલંબિયાની રહેવાસી છે. તે ઈરોટિક સ્ટોરીટેલિગ અને ઈન્ટિમેસી કોચિગ કરે છે. તેણે જણાવ્યું કે, માણસના સંબંધોમાં તેને એ ઊંડાણ અને સ્થિરતા ન મળી જે આ ઝાડથી તેને મળી રહી છે
(9:56 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
