<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 28th April 2026

ગરમીનો કેર: કુદરતે આપણા શરીરમાં જ મૂક્યું છે ‘AC’:, જાણો કેવી રીતે તમારી બોડી ગરમી સામે લડે છે અને લૂ થી બચવાના અકસીર ઉપાયો

શરીરની ‘કૂલિંગ સિસ્ટમ’ સમજો: પ્રચંડ હીટવેવ વચ્ચે તબિયત સાચવવાની જડીબુટ્ટી:પરસેવો કેમ વળે છે? અને તે કેવી રીતે જીવ બચાવે છે? લૂ થી બચવા માટે માત્ર પાણી પૂરતું નથી:વાંચો નિષ્ણાતોના ખાસ સૂચનો અને ઉનાળાને બનાવો આરામદાયક

નવી દિલ્હી: ગુજરાતમાં અત્યારે સૂર્યનારાયણ આકરા પાણીએ છે. બપોરના સમયે રસ્તાઓ સુમસામ થઈ જાય છે અને ગરમ પવનો (લૂ) માનવીના સ્વાસ્થ્ય માટે ખતરો બની રહ્યા છે. પરંતુ શું તમે જાણો છો કે આપણા શરીરમાં એક અદભુત કુદરતી કૂલિંગ સિસ્ટમ છે જે આપણને આ ૪૪-૪૫ ડિગ્રી ગરમીમાં પણ જીવતા રાખે છે?

શરીરની નેચરલ એસી સિસ્ટમ: આપણું મગજ (હાયપોથેલેમસ) શરીરના તાપમાનને ૩૭ ડિગ્રી સેલ્સિયસ પર જાળવી રાખવા સતત મહેનત કરે છે. જ્યારે બહારની ગરમી વધે, ત્યારે મગજ લોહીની નળીઓને આદેશ આપે છે કે તે ચામડીની સપાટી પર આવે, જેથી પરસેવો વળે. આ પરસેવો જ્યારે હવામાં ઊડે (Evaporation) ત્યારે ચામડી ઠંડી પડે છે. આ જ આપણા શરીરનું ‘નેચરલ કૂલિંગ’ છે. જો તમે પાણી ઓછું પીવો, તો આ સિસ્ટમ ફેલ થાય છે અને 'હીટ સ્ટ્રોક' લાગે છે.

લૂ થી બચવાના ‘અકિલા’ સૂચનો:

૧. પાણી સાથે મિત્રતા: તરસ ન લાગે તો પણ દર કલાકે પાણી પીવો. લીંબુ શરબત, નાળિયેર પાણી અને છાશ શ્રેષ્ઠ છે.

૨. વસ્ત્રોની પસંદગી: હળવા રંગના અને સુતરાઉ (Cotton) કપડાં જ પહેરો, જેથી હવા અવરજવર કરી શકે.

૩. બપોરનો વિરામ: બપોરે ૧૨ થી ૪ ના સમયમાં બહાર જવાનું ટાળો. જો જવું જ પડે તો માથું અને કાન રૂમાલથી ઢાંકીને નીકળો.

૪. આહારમાં સાવધાની: ગરમ, તીખું અને તળેલું ખાવાનું ટાળો. પંચકર્મ કરાવ્યું હોય તો ખાસ કરીને મગનું પાણી કે હળવો ખોરાક લો.

૫. ડુંગળીનો જાદુ: ખિસ્સામાં નાની ડુંગળી રાખવી અથવા ખાતી વખતે કાચી ડુંગળી લેવી એ લૂ સામે રક્ષણ આપે છે.

(6:28 PM IST)