News of Saturday, 19th September 2026
ઉત્તર કોરિયાના કાળમુખા પિશાચનો કાળજું કંપાવતો ભંડાન ફોડઃ ૨૦૦૦-૨૦૦૦ વર્ષથી ઊંઘતા 'શૈતાની' જ્વાળામુખી પાએક્તુને ન્યુક્લિયર ધડાકાઓથી જગાડ્યો: ૧,૩૯૯-૧,૩૯૯ વિસ્ફોટક ભૂકંપોથી પૃથ્વીનો બોલાઈ ગયો કૂચડો
કિમ જોંગ ઉનના પિશાચી અણુ પરીક્ષણોએ પૃથ્વીના પેટાળમાં છુપાયેલા કાળમુખા રાક્ષસને જગાડી દીધો: વિજ્ઞાનીઓના કાળજાં કંપી ઊઠ્યા: ઉત્તર કોરિયાના ન્યુક્લિયર ટેસ્ટ સાઈટ નજીક આવેલા પવિત્ર અને સુષુપ્ત જ્વાળામુખી પાએક્તુ (Mount Paektu) ના પેટાળમાં સટાકથી ખળભળાટ: ૨ સદીઓથી શાંત પડેલા શૈતાનને પરમાણુ વિસ્ફોટોના ધ્રૂજારા લાગતાં જ ૧,૩૯૯ જેટલા કાળમુખા આંચકાઓ અને ભૂકંપનો પિશાચી સિલસિલો શરુ:જ્વાળામુખી ફાટશે તો અડધી દુનિયા કાળી રાખમાં ફેરવાઈ જશે

નવી દિલ્હી:ઉત્તર કોરિયાના સરમુખત્યારશાહી શાસન અને તેની પિશાચી અણુ ઘેલછામાંથી સમગ્ર માનવજાતના હોશ ઉડાડી દેતો, અરેરાટી બોલાવી દેતો અને કાળજું કંપાવી દેતો એક અત્યંત ચોંકાવનારો તથા પૃથ્વી હલાવી દેતો ભંડાન ફોડ સામે આવ્યો છે! ઉત્તર કોરિયા દ્વારા જમીનની અંદર આચરવામાં આવેલા સળંગ ન્યુક્લિયર ધડાકાઓના કારણે છેલ્લા ૨,૦૦૦ વર્ષથી ઘોર નિંદ્રામાં પોઢેલો પિશાચી જ્વાળામુખી ‘માઉન્ટ પાએક્તુ’ (Mount Paektu) જાગી ઊઠ્યો છે અને તેના કારણે અત્યાર સુધીમાં ૧,૩૯૯ જેટલા કાળમુખા ભૂકંપના આંચકા નોંધાઈ ચૂક્યા છે.
વર્ષ 2006 થી 2017 ની વચ્ચે ઉત્તર કોરિયા દ્વારા આ વિસ્તારમાં ઓછામાં ઓછા 6 વખત પરમાણુ પરીક્ષણ કરવામાં આવ્યા હતા. વર્ષ 2013 માં ત્રીજા પરમાણુ પરીક્ષણ વખતે પહેલો મોટો ભૂકંપ આવ્યો હતો અને 2017 માં છેલ્લા પરીક્ષણ બાદ ભૂકંપની તીવ્રતા તથા આવૃત્તિ બંનેમાં મોટો વધારો થયો હતો. વિજ્ઞાનીઓનું માનવું છે કે હજારો વર્ષોથી શાંત રહેલો આ સિસ્મિક ઝોન વારંવાર થતા પરમાણુ ધડાકાઓના કારણે અચાનક સક્રિય થઈ ગયો છે અને ભૂગર્ભીય ફૉલ્ટ ફરી જીવંત બન્યો છે.
એક તરફ પરમાણુ પ્રવૃત્તિઓની કુદરતી આસપાસના વાતાવરણ પર ગંભીર અસરો પડી રહી છે, ત્યારે બીજી તરફ ઉત્તર કોરિયાએ મિસાઈલો, તોપ અને ડ્રોનનું સંયુક્ત યુદ્ધાભ્યાસ યોજ્યું હોવાની જાહેરાત કરી છે. સરકારી સમાચાર એજન્સી 'કેસીએનએ' (KCNA) ના જણાવ્યા અનુસાર, આ અભ્યાસનો હેતુ સંકલિત માક ક્ષમતા અને વિનાશક ભીષણ ગોળીબારીનું પ્રદર્શન કરવાનો હતો. આ અગાઉ દક્ષિણ કોરિયાની સેનાએ પણ ઉત્તર કોરિયાના પૂર્વ તટીય ક્ષેત્રમાંથી ટૂંકા અંતરની બેલેસ્ટિક મિસાઈલો છોડવામાં આવી હોવાની માહિતી આપી હતી.
(6:07 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
