તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 19th May 2026
H1-B વીઝાના નિયમો વધુ કડક: અરજી ફોર્મમાં સહીની સામાન્ય ભૂલ પણ પડશે ભારે:સીધી જ થશે રિજેક્ટ
અમેરિકા જવા ઈચ્છુકો માટે મોટા સમાચાર: વીઝા અરજીમાં સહી મેચ નહીં થાય અથવા અધૂરી હશે તો કોઈ મોકો નહીં મળે:તંત્ર દયા વગર ફોર્મ ફગાવી દેશે! ટેકનિકલ ગાઈડલાઈનનું ચુસ્ત પાલન કરવા વકીલોની સલાહ

નવી દિલ્હી: અમેરિકામાં જઈને સ્થાયી થવા અથવા ત્યાં પ્રતિષ્ઠિત કંપનીઓમાં નોકરી કરવા ઈચ્છતા ભારતીય આઈટી પ્રોફેશનલ્સ (IT Professionals) માટે એક અત્યંત મહત્વપૂર્ણ ગાઈડલાઈન સામે આવી છે. યુએસ સિટિઝનશિપ એન્ડ ઇમિગ્રેશન સર્વિસીસ (USCIS) ના કડક વલણ અનુસાર, H1-B વીઝા માટે સબમિટ કરવામાં આવતા ફોર્મ્સમાં જો અરજદારની સહી (Signature) કરવામાં સામાન્ય ચૂક કે ભૂલ થઈ હશે, તો પણ તે અરજીને કોઈપણ પ્રકારની નોટિસ આપ્યા વિના સીધી જ રિજેક્ટ (Reject) કરી દેવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે, અમેરિકામાં હજારો ભારતીયો દર વર્ષએ H1-Bવીઝા થકી જતા હોય છે અને રીન્યૂ પણ કરાવતા હોય છે. આ ઉપરાંત હજારો ભારતીયો ગ્રીન કાર્ડની પણ રાહ જોઈ રહ્યા હોય છે. આ સંજોગોમાં સહી કરવામાં નાનકડી ગફલત પણ થશે તો અરજી ફગાવી દેવાશે. ભારતીયો માટે આ મોટા ઝાટકા સમાન છે.
અમેરિકાના ડિપાર્ટમેન્ટ ઓફ હોમલેન્ડ સિક્યોરિટી દ્વારા આ નિયમને ફેડરલ રજિસ્ટરમાં જારી કરી દેવાયો છે. તેના હેઠળ યુએસ સિટીઝનશિપ એન્ડ ઈમિગ્રેશન સર્વિસિઝના અધિકારો વધી ગયા છે.
ખાસ કરીને ડોક્યુમેન્ટના વેરિફિકેશનમાં હવે સિગ્નેચરમાં પણ શંકા જશે તો અરજી ફગાવી દેવાની સત્તા આપવામાં આવી છે. હાલમાં લોકો પાસેથી આ અંગે અભિપ્રાય માગવામાં આવ્યા છે અને પાઈલટ પ્રોજેક્ટ શરૂ કરાયો છે. તેના પરિણામો જોયા બાદ ૧૦ જુલાઈ ૨૦૨૬થી તેને લાગુ કરી દેવામાં આવશે.
(5:46 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
