<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 21st May 2026

ઓમાનની ખાડી યુદ્ધનું મેદાન બનશે: ઈરાનના ઓઈલ ટેન્કરને અમેરિકી નૌસેનાએ દરિયાની વચ્ચે ઘેર્યું, ગમે તે ઘડીએ મોટો ભડાકો થવાની ભીતિ

હાઈવોલ્ટેજ વીડિયો આવ્યો સામે: અમેરિકી યુદ્ધ જહાજોએ ઈરાની ટેન્કરની ઘેરાબંધી કરતાં મધ્ય-પૂર્વમાં હડકંપ:ક્રૂડ ઓઈલના સપ્લાય પર મોટું સંકટ, બંને પરમાણુ સત્તાઓ આમને-સામને આવતાં વૈશ્વિક બજારો ધ્રુજ્યા

નવી દિલ્હી: વૈશ્વિક જીઓપોલિટિક્સમાં અત્યાર સુધીનો સૌથી મોટો આંચકો કહી શકાય તેવા લાઇવ વીડિયો અહેવાલો ઓમાનની ખાડીમાંથી સામે આવ્યા છે. આંતરરાષ્ટ્રીય જળસીમા પરથી પસાર થઈ રહેલા ઈરાનના એક મસમોટા ઓઈલ ટેન્કરને અમેરિકન નેવીના શક્તિશાળી યુદ્ધ જહાજો અને હેલિકોપ્ટરોએ ઓચિંતું ચારેય તરફથી ઘેરી લીધું છે. અમેરિકાના આ આક્રમક સૈન્ય પગલાને પગલે ઇરાન અને યુએસએ વચ્ચે ચાલી રહેલો દાયકાઓ જૂનો તણાવ હવે સીધા સૈન્ય સંઘર્ષમાં બદલાય તેવા પાકા એંધાણ મળી રહ્યા છે.

31મી મરીન એક્સપિડિશનરી યુનિટના કમાન્ડોએ લગભગ 120 મીટર લાંબા આ જહાજ પર ચઢીને સર્ચ ઓપરેશન ચલાવ્યું હતું. તપાસ બાદ જહાજને છોડી દેવામાં આવ્યું હતું, પરંતુ તેના ક્રૂને રૂટ બદલવાનો આદેશ આપવામાં આવ્યો હતો. અમેરિકાનું કહેવું છે કે તે હોર્મુઝની ખાડી અને આસપાસના દરિયાઈ વિસ્તારોમાં ઈરાન સાથે જોડાયેલા જહાજો પર નજીકથી નજર રાખી રહ્યું છે. CENTCOMના જણાવ્યા મુજબ, અત્યાર સુધીમાં 91 કોમર્શિયલ જહાજોના રૂટ ડાયવર્ટ કરવામાં આવ્યા છે.

આ કાર્યવાહી એવા સમયે થઈ છે જ્યારે અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે દાવો કર્યો હતો કે તેમણે ઈરાન પર નવા લશ્કરી હુમલાની યોજના હાલ પૂરતી રોકી દીધી છે. ટ્રમ્પના મતે, ખાડી દેશોની વિનંતી બાદ તેમણે લશ્કરી કાર્યવાહી ટાળી છે અને વાતચીતનો રસ્તો ખુલ્લો રાખ્યો છે. બીજી તરફ ઈરાન પણ પીછેહઠ કરવાના મૂડમાં જણાતું નથી. ઈરાની રિવોલ્યુશનરી ગાર્ડ્સ (IRGC)એ ચેતવણી આપી છે કે જો અમેરિકા કે ઈઝરાયલ ફરીથી હુમલો કરશે, તો યુદ્ધ આખા મિડલ ઇસ્ટ અને તેની બહાર સુધી ફેલાઈ શકે છે.

(5:23 PM IST)