તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 21st April 2026
ટેક વર્લ્ડમાં મહાયુદ્ધ: ગૂગલે ફેંક્યો પડકાર: એઆઈ ચિપ માર્કેટમાં એનવીડિયાનું એકહથ્થુ શાસન ખતમ કરવા ગૂગલનું નવું સાહસ
AI ચિપ્સના ભાવ આસમાને પહોંચતા ગૂગલનો વળતો પ્રહાર: ‘એક્સિઓન’ (Axion) પ્રોસેસર લોન્ચ કરી માર્કેટ કબજે કરવા માસ્ટરપ્લાન:ડેટા સેન્ટર્સ અને ગૂગલ ક્લાઉડમાં ક્રાંતિ લાવવાની તૈયારી

નવી દિલ્હી: આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI) ની દુનિયામાં અત્યાર સુધી જે કંપનીનું નામ ગાજતું હતું તે ‘એનવીડિયા’ને હવે ગૂગલ સીધી ટક્કર આપવા જઈ રહ્યું છે. ગૂગલે પોતાની નવી કસ્ટમ AI ચિપ્સ વિકસાવીને માર્કેટમાં હલચલ મચાવી દીધી છે. અત્યાર સુધી ગૂગલ પણ ચિપ્સ માટે બીજા પર નિર્ભર હતું, પરંતુ હવે ગૂગલ પોતે જ મેન્યુફેક્ચરિંગમાં ઝંપલાવી રહ્યું છે.
નિષ્ણાતોના મતે, એનવીડિયાની ચિપ્સ એટલી મોંઘી છે કે કંપનીઓના બજેટ ખોરવાઈ રહ્યા છે. ગૂગલ હવે આર્મ (ARM) બેઝ્ડ નવી ‘એક્સિઓન’ ચિપ સાથે બજારમાં ઉતરશે જે પરફોર્મન્સમાં ૫૦ ટકા વધુ ઝડપી અને વીજળીના વપરાશમાં ૬૦ ટકા વધુ કાર્યક્ષમ હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. આ જાહેરાત બાદ ટેક માર્કેટમાં શેરબજારમાં પણ ઉથલપાથલ જોવા મળી છે. ગૂગલની આ એન્ટ્રીથી માઈક્રોસોફ્ટ અને એમેઝોન જેવી કંપનીઓ પણ હવે પોતાની ચિપ્સ લાવવા દોડધામ કરી રહી છે. જો ગૂગલ આમાં સફળ રહ્યું તો આવનારા સમયમાં AI સર્વિસ સસ્તી થઈ શકે છે અને એનવીડિયાની મોનોપોલી ખતમ થઈ શકે છે.
બંને કંપનીઓ સાથે મળીને એઆઈ ઇન્ફરન્સ ચિપ્સ બનાવશે. જે એઆઈ સિસ્ટમને ઝડપી અને વધુ અસરકારક રીતે જવાબ આપવા મદદ કરે છે. ગૂગલ પહેલાથી જ પોતાના ટેન્સર પ્રોસેસિંગ યુનિટ્સ દ્વારા એઆઈ ચિપ્સ બનાવે છે અને હવે તે આ ક્ષેત્રમાં વધુ વિસ્તરણ કરવા માંગે છે.ગૂગલ અત્યાર સુધી બ્રોડકોમ સાથે કામ કરતું આવ્યું છે. તેની માર્વેલ સાથેની ભાગીદારી કંપનીની ચિપ સ્ટ્રેટેજીમાં ફેરફાર સૂચવે છે.
હાલમાં એનવીડિયા એઆઈ ચિપ માર્કેટમાં નંબર-૧ કંપની છે. તેની ચિપ મોટા એઆઈ મોડેલ્સ માટે ઉપયોગમાં લેવાતા પ્રોસેસર્સમાં વાપરવામાં આવે છે. પરંતુ હવે ગૂગલ જેવી મોટી કંપનીઓ પોતાની જ ચિપ્સ બનાવવાની દિશામાં આગળ વધી રહી છે. જેથી ખર્ચ ઘટે અને વધુ સારું પરફોર્મન્સ મેળવી શકાય.
(5:53 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
