તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 25th May 2026
અમેરિકાથી ગુજરાતીઓનું મહા-સ્થળાંતર: ટ્રમ્પનું મોટું 'તિકડમ': માત્ર ૧ વર્ષમાં ૩૫ હજારથી વધુ ગુજરાતીઓએ વિમાન પકડી સ્વદેશ પરત ફરવું પડશે
નવી વિઝા નીતિ અને ઇમિગ્રેશન કાયદાથી મસમોટો ઝટકો: ગેરકાયદેસર અને એક્સપાયર વિઝા પર રહેતા લોકો સામે ટ્રમ્પ સરકારનું સર્જિકલ સ્ટ્રાઈક જેવું એક્શન:ગુજરાતી પરિવારોમાં ભારે ફફડાટ

નવી દિલ્હી: અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે સત્તા સંભાળતાની સાથે જ પોતાના એજન્ડા મુજબ ઇમિગ્રેશન (Immigration) કાયદાઓને લઈને અત્યાર સુધીનો સૌથી મોટો સપાટો બોલાવ્યો છે. ટ્રમ્પ સરકારના નવા વટહુકમ અને આકરી વિઝા નીતિના કારણે અમેરિકામાં વસતા વિદેશીઓ, ખાસ કરીને ભારતીયો પર મોટો ખતરો તોળાઈ રહ્યો છે. સત્તાવાર સૂત્રો અને ઇમિગ્રેશન એક્સપર્ટ્સના આંકડા મુજબ, આ નવા નિયમોના કારણે આગામી એક વર્ષની અંદર જ અંદાજે ૩૫,૦૦૦ થી વધુ ગુજરાતીઓએ અમેરિકા છોડીને ફરજિયાતપણે ભારત પરત ફરવું પડશે.
આ 35 હજારનો આંકડો મુખ્યત્વે H-1B, L-1, અને અન્ય વર્ક વિઝા પર અમેરિકામાં કામ કરતા ગુજરાતી પ્રોફેશનલ્સને વધુ લાગુ પડી રહ્યો છે. અમદાવાદ, આણંદ, સુરત, વડોદરા અને રાજકોટ જેવા શહેરોમાંથી આ લોકોની સંખ્યા વધુ છે. અસંખ્ય ગુજરાતીઓને નોકરીની અનિશ્ચિતતાને કારણે પાછા આવવું પડી રહ્યું છે.
અમદાવાદ સ્થિત વિઝા એજન્ટોના મતે આ લોકો માટે સ્થિતિ એ રીતે કપરી છે કે ગ્રીન કાર્ડ માટે અરજી કરનારા લોકો ઘણાં લાંબા સમયથી અમેરિકા રહે છે અને હવે તેમને પરત આવવાથી તેમનું ફરી અહીં સેટ થઈને અરજી કરવી વધુ કપરી સાબિત થશે. ગ્રીન કાર્ડની અરજીની પ્રક્રિયા કોઈ સામાન્ય પ્રક્રિયા નથી પરંતુ લાંબી પ્રક્રિયા છે. આ બહાને એક રીતે ટ્રમ્પે આડકતરી રીતે ફરી એકવાર ભારતીયોને પાછા મોકલવાની પ્રક્રિયા હાથ ધરી છે.
સૌથી વધુ જોવા મળતા કેસ H-1B વિઝા ધારકોના છે. ટેક્નોલોજી, આઈટી, એન્જિનિયરિંગ અને હેલ્થકેર ક્ષેત્રે કામ કરતા ગુજરાતી પ્રોફેશનલ્સ EB-2 અને EB-3 કેટેગરીમાં ગ્રીન કાર્ડ માટે અરજી કરી રહ્યા છે. આ લોકોમાં ઘણા અમદાવાદ, સુરત અને વડોદરાના છે. તેઓ પરિવાર સાથે લાંબા સમયથી અમેરિકામાં રહેતા હતા અને હવે ગ્રીન કાર્ડ મેળવવા માટે પાછા આવી રહ્યા છે. L-1 વિઝા પર મલ્ટિનેશનલ કંપનીઓમાં કામ કરતા મેનેજર્સ અને એક્ઝિક્યુટિવ્સના કેસ પણ વધુ જોવા મળે છે. આ લોકો EB-1C કેટેગરીમાં અરજી કરે છે. ડાયમંડ, ટેક્સટાઈલ અને ફાર્મા બિઝનેસ સાથે જોડાયેલા ગુજરાતી વ્યવસાયિકોમાં આ પ્રકારના કેસ વધુ છે.
(5:56 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
