<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 15th September 2026

ગૂગલના ટોચના AI વૈજ્ઞાનિકનો કાળમુખો ધડાકોઃ રાજીનામું ધરી દઈને આપી વિનાશકારી ચેતવણી—’૫ જ વર્ષમાં પિશાચી આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ આખી માનવજાતનો બોલાવી દેશે કૂચડો!’

રોબોટ્સ અને આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ પરથી કન્ટ્રોલ છૂટી જતાં માનવ સંસ્કૃતિ પર કાળજું કંપાવી દેતો દાવો: સટાકથી રાજીનામું ફેંકીને ગૂગલના દિગ્ગજ સાયન્ટિસ્ટે ટ્રાન્સફોર્મર મોડેલ અને એઆઈ સુપરબ્રેનના રાક્ષસી ખતરા અંગે ફોડ્યો ભયાનક ભંડાન

નવી દિલ્હી:વિશ્વની સૌથી મોટી ટેકનોલોજી કંપની ગૂગલના વિજ્ઞાન જગતમાંથી સમગ્ર માનવજાતના હોશ ઉડાડી દેતો, અરેરાટી બોલાવી દેતો અને કાળજું કંપાવી દેતો એક અત્યંત ચોંકાવનારો અને કાળમુખો ધડાકો સામે આવ્યો છે! આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI) ના કાળમુખા રાક્ષસને જન્મ આપનારા ગૂગલના જ ટોચના વૈજ્ઞાનિકે પોતાની ખુરશી પર સટાકથી રાજીનામું ફેંકી દીધું છે અને એવી ભયાનક ચેતવણી આપી છે કે સાંભળીને આખી દુનિયાના કાનમાંથી ધુમાડા નીકળી ગયા છે.

આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ(AI)ના અતિ ઝડપી અને અનિયંત્રિત વિકાસ સામે ટેક જગતના વૈજ્ઞાનિકોનો ભય સતત વધી રહ્યો છે. તાજેતરમાં એન્થ્રોપિકના રિસર્ચર જેકબ કોક્સન દ્વારા માનવજાતના અસ્તિત્વ સામે તોળાતા જોખમોની ચેતવણી આપ્યા બાદ, હવે ગૂગલ ડીપમાઇન્ડની AGI સેફ્ટી ટીમના અગ્રણી રિસર્ચર જોશ એન્જલ્સે કંપનીમાંથી રાજીનામું આપી દીધું છે. એન્જલ્સે OpenAI અને એન્થ્રોપિક તરફથી મળેલી મોટી ઓફર્સ પણ ફગાવી દીધી છે અને AI ઇવેલ્યુએશન સંસ્થા 'METR'માં જોડાયા છે. જોશ એન્જલ્સે જણાવ્યું કે AI વિકાસને સાવ અટકાવવાની જરૂર નથી, પરંતુ તેની સ્પીડ એટલી ધીમી કરવી જોઈએ જેથી સુરક્ષા સંશોધન તેની સાથે તાલ મિલાવી શકે. તેમની નવી સંસ્થા METRમાં તેઓ AIની સુરક્ષા ખામીઓનું વિશ્લેષણ કરશે અને વર્તમાન સલામતી પગલાં કેટલા અસરકારક છે તેનું મૂલ્યાંકન કરશે. તેમણે ટેક કંપનીઓની મનમાની અટકાવવા માટે સ્વતંત્ર મૂલ્યાંકન કરતી તટસ્થ સંસ્થાઓ ઊભી કરવાની હિમાયત કરી છે.

અગાઉ જેકબ કોક્સને પણ ખુલાસો કર્યો હતો કે આ સિસ્ટમ બનાવનારા લોકો પોતે ડરી રહ્યા છે કે AI આ દાયકાના અંત સુધીમાં માનવજાતનો નાશ કરી શકે છે. એન્થ્રોપિકના અલાઇનમેન્ટ સાયન્સ લીડ ઇવાન હ્યુબિંગરે પણ કોક્સનની વાતને સમર્થન આપતાં આગામી દાયકામાં આવો ખતરો 10 ટકાથી વધુ હોવાની શક્યતા દર્શાવી હતી.

(6:01 PM IST)