<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 25th May 2026

ગ્લોબલ વોર્મિંગનો પૃથ્વી પર મહા-વિનાશક પ્રહાર: સદીના અંત સુધીમાં લાખો વનસ્પતિ અને છોડની પ્રજાતિઓ વિલુપ્ત થવાના આરે:કુદરતી આવાસ છીનવાશે

ક્લાઈમેટ ચેન્જના આંતરરાષ્ટ્રીય અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો: તાપમાન વધતા જંગલો સુકાશે અને પ્રકૃતિની આખી ફૂડ-ચેઈન તૂટી જશે:માનવજાતના અસ્તિત્વ સામે પણ મોટો ખતરો

નવી દિલ્હી: વૈશ્વિક સ્તરે પર્યાવરણ અને ક્લાઈમેટ ચેન્જ પર કામ કરતી અગ્રણી વૈજ્ઞાનિક સંસ્થાઓ દ્વારા સંયુક્ત રીતે કરવામાં આવેલા એક મહા-અભ્યાસનું અત્યંત ડરામણું અને ચિંતાજનક તારણ બહાર આવ્યું છે. વૈજ્ઞાનિકોએ સેટેલાઇટ ડેટા અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) મોડલિંગના આધારે ચેતવણી આપી છે કે, જો વૈશ્વિક તાપમાનમાં થઈ રહેલો વધારો અત્યારે જ અટકાવવામાં નહીં આવે, તો આ સદીના અંત સુધીમાં (વર્ષ ૨૧૦૦ સુધીમાં) પૃથ્વી પરની લાખો છોડ, જડીબુટ્ટીઓ અને વનસ્પતિની દુર્લભ પ્રજાતિઓ પોતાનું કુદરતી ઘર એટલે કે ભૌગોલિક આવાસ કાયમ માટે ગુમાવી દેશે.
આ અભ્યાસમાં વિશ્વભરના 67000 થી વધુ વાસ્ક્યુલર પ્લાન્ટ પ્રજાતિઓનું વિશ્લેષણ કરવામાં આવ્યું હતું. વાસ્ક્યુલર પ્લાન્ટ એટલે એવા છોડ, જેમામાં પાણી અને પોષક તત્વો પહોંચાડતી વિશેષ નસો જેવી વ્યવસ્થા હોય છે. તેમાં વૃક્ષો, ઝાડીઓ, ઘાસ અને ફૂલધારી છોડનો સમાવેશ થાય છે. સંશોધકોના અંદાજ મુજબ, વર્ષ 2100 સુધીમાં લગભગ 7 ટકા થી 16  ટકા છોડ પ્રજાતિઓ તેમના 90 ટકાથી વધુ કુદરતી રહેઠાણ ગુમાવી શકે છે. આવી સ્થિતિ ઘણી પ્રજાતિઓને લુપ્ત થવાના સીધા જોખમ તરફ ધકેલી શકે છે.
અભ્યાસ મુજબ, ખાસ કરીને ઉષ્ણ અને સૂકા વિસ્તારોમાં આવેલા છોડ વધુ અસરગ્રસ્ત બની શકે છે. વૈજ્ઞાાનિકોએ અમેરિકાના કેલિફોનયામાં જોવા મળતા દુર્લભ કેટલિના આર્યનવૂડ વૃક્ષ અને બ્લૂઈશ સ્પાઈક મોસ નામના છોડને ગંભીર જોખમવાળા ગણાવ્યા છે. આ સિવાય આસ્ટ્રેલિયાના લગભગ એક-તૃતીયાંશ યુક્લિપ્ટસ વૃક્ષો માટે પણ ભવિષ્ય ચિંતાજનક હોવાનું કહેવામાં આવ્યું છે.
વૈજ્ઞાાનિકોનું કહેવું છે કે હવામાન પરિવર્તન માત્ર છોડોને એક વિસ્તારથી બીજા વિસ્તારમાં ખસેડતું નથી, પરંતુ તેમને માટે યોગ્ય પરિસ્થિતિઓનો કુલ વિસ્તાર પણ ઘટાડે છે.

 

(5:57 PM IST)