<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 8th September 2026

વૈશ્વિક વેપાર માર્ગો પર ત્રીજો મહાકાય વિસ્ફોટક ધડાકોઃ હોર્મુઝ અને બાબ અલ-મંદેબ બાદ હવે પનામા કેનાલમાં પાણી ખૂટતાં વિશ્વભરમાં ભયાનક અરેરાટી

સ્ટ્રેટ ઓફ હોર્મુઝ અને લાલ સમુદ્રમાં લોહિયાળ યુદ્ધ વચ્ચે પનામા નહેરમાં રાક્ષસી દુષ્કાળનો સપાટો:એલ નિનોની કાળમુખી અસરથી ગૌતમ અને એલાજુએલા સરોવરો સુકાતાં નહેરના પાણી સટાકથી તળિયે પટકાયાઃ જહાજો માટે દૈનિક ટ્રાન્સિટ કોટા ઘટાડીને ૩૨ કરી દેવાતાં દરિયાઈ માર્ગો પર મસમોટો વાહનજામ: વૈશ્વિક સપ્લાય ચેઈન, શિપિંગ ભાડાં અને મોંઘવારીમાં ભયાનક ભડકો થવાની ચિંતા વચ્ચે વિશ્વભરમાં સનસનાટી, ધ્રૂજારી અને વિસ્ફોટક સન્નાટો

નવી દિલ્હી :ઈરાન-અમેરિકા યુદ્ધ વચ્ચે દરિયાઈ વેપાર માર્ગો પર એકપછી એક કાળમુખા આંચકાઓ વાગી રહ્યા છે, ત્યારે સમગ્ર વિશ્વના હોશ ઉડાડી દેતો અને વૈશ્વિક અર્થતંત્રને હચમચાવી મૂકે તેવો અતિ-સનસનાટીભર્યો અને કાળજું કંપાવી દેતો ભયાનક વિસ્ફોટક ધડાકો સામે આવ્યો છે! વૈશ્વિક સમુદ્રી વેપારનો સૌથી મહત્વનો ગણાતો પનામા કેનાલ (Panama Canal) નો જળમાર્ગ હવે સુકાવા લાગ્યો છે! હોર્મુઝની સામુદ્રધુની અને બાબ અલ-મંદેબ બાદ હવે આ ત્રીજા ગ્લોબલ ટ્રાન્ઝિટ રૂટ પર કાળમુખું મોટું સંકટ આવી પડતાં આખી દુનિયાની શિપિંગ કંપનીઓમાં રાક્ષસી ફફડાટ વ્યાપી ગયો છે!
ટ્રાન્ઝિટમાં ઘટાડો: હાલમાં દરરોજ પસાર થતાં 32 જહાજોની સંખ્યા ઘટીને 27 સુધી આવી શકે છે, જે 1997ના સૌથી સૂકા વર્ષના મોડેલિંગ પર આધારિત છે.
હવામાન પર નિર્ભરતા: પનામા કેનાલ એટલાન્ટિક અને પ્રશાંત મહાસાગરને જોડતો 82 કિમી લાંબો માનવસર્જિત જળમાર્ગ છે, જે વૈશ્વિક વેપારના 3%થી વધુ હિસ્સાનું વહન કરે છે. વરસાદ ઓછો થવાને કારણે પાણીનું સ્તર જાળવી રાખવા જહાજોની સંખ્યા મર્યાદિત કરવી પડે છે.
પહેલેથી જ યુદ્ધના કારણે દરિયાઈ માર્ગો પર દબાણ છે. પનામા કેનાલમાં પાણીની અછતના કારણે જહાજોની અવરજવર ઘટવાથી માલ-સામાનના પરિવહનનો ખર્ચ વધશે અને ડિલિવરીમાં વિલંબ થશે. આબોહવા પરિવર્તન(Climate Change)ને કારણે હવે દર ત્રણ વર્ષે આવી પરિસ્થિતિ ઊભી થઈ રહી છે.
નિર્માણ: ફ્રાન્સ દ્વારા 1881માં શરૂ કરાયેલો આ પ્રોજેક્ટ ટેકનિકલ મુશ્કેલીઓને કારણે અટકી ગયો હતો, જેને બાદમાં અમેરિકાએ પૂર્ણ કરીને 1914માં વાહનવ્યવહાર માટે ખુલ્લો મૂક્યો હતો. 1999માં તેનું નિયંત્રણ પનામા દેશને સોંપાયું હતું.
લોક સિસ્ટમ (Lock System): આ કેનાલની ખાસિયત તેની 'લોક સિસ્ટમ' છે, જે જહાજોને સમુદ્ર સપાટીથી ઉપર ઉઠાવી ગ્રાટૂન લેક(Gatun Lake) સુધી લઈ જાય છે, જેનાથી દક્ષિણ અમેરિકા ખંડનો હજારો કિલોમીટર લાંબો ચક્કર કાપવો પડતો નથી.

 

(6:01 PM IST)