<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 30th May 2026

વૈશ્વિક મંચ પર મહાભારત: ઈઝરાયલની જેલોમાં બર્બરતાની તમામ હદો પાર:UN ના સનસનાટીપૂર્ણ રિપોર્ટથી યહૂદી દેશ લાલચોળ

એન્ટોનિયો ગુટેરેસ સામે બેન્જામિન નેતાન્યાહુનો કડક મોરચો: ઈઝરાયલી સેનાને બ્લેકલિસ્ટ કરાતા સંબંધો પર પૂર્ણવિરામ:સંયુક્ત રાષ્ટ્રના વડા સામે લીધા આરપારના નિર્ણયો

નવી દિલ્હી: આંતરરાષ્ટ્રીય ડિપ્લોમસી અને મિડલ ઈસ્ટના યુદ્ધ વચ્ચે સંયુક્ત રાષ્ટ્ર (UN) ના એક અત્યંત વિસ્ફોટક અહેવાલે સમગ્ર વિશ્વમાં ભારે ખળભળાટ મચાવી દીધો છે. UN ના સેક્રેટરી-જનરલ એન્ટોનિયો ગુટેરેસના વાર્ષિક અહેવાલમાં ઈઝરાયલની સુરક્ષા એજન્સીઓ અને જેલ પ્રશાસનને કેદીઓ સાથે જાતીય હિંસા, દુષ્કર્મ અને ભયંકર યૌન ઉત્પીડન આચરનારાઓની વૈશ્વિક 'બ્લેકલિસ્ટ' (કાળી યાદી) માં ધકેલી દેવામાં આવતા વૈશ્વિક રાજકારણ ગરમ થઈ ગયું છે. આ આકરા રિપોર્ટ સામે આવતા જ ઈઝરાયલ સરકારે સંયુક્ત રાષ્ટ્ર સામે કડક આક્રોશ વ્યક્ત કરીને સીધા યુદ્ધના મંડાણ કરી દીધા છે.
UNના અહેવાલ અનુસાર, વર્ષ 2025 દરમિયાન ફિલિસ્તીની કેદીઓ વિરુદ્ધ જાતીય હિંસાના 31 પ્રમાણિત કેસોની ઓળખ કરવામાં આવી છે. આ કેસોમાં ગંભીર બાબતો સામે આવી છે. કેદીઓ સાથે બળાત્કાર, બળાત્કારનો પ્રયાસ, ખાનગી અંગો પર હિંસા, પરાણે કપડાં ઉતરાવવા, અપમાનજનક તલાશી અને જાતીય પ્રતાડના જેવી ઘટનાઓ શામેલ છે. અહેવાલમાં જણાવાયું છે કે, ઘણા કિસ્સાઓમાં પુરુષો અને છોકરાઓને નિશાન બનાવવામાં આવ્યા હતા. જ્યારે મહિલા કેદીઓને બળાત્કારની ધમકીઓ, પરાણે કપડાં ઉતરાવવા અને જાતીય સતામણી જેવી સ્થિતિનો સામનો કરવો પડ્યો હતો.
રિપોર્ટ અનુસાર, આ ઘટનાઓ સ્દે તેમાન, એત્ઝિઓન ડિટેન્શન સેન્ટર, મેગિડો, ઓફર, રમલા અને નફ્હા જેવી વિવિધ જેલો તેમજ પૂછપરછના કેન્દ્રો પર થઈ હતી. પીડિતોમાં કેટલાક પત્રકારો અને માનવાધિકાર કાર્યકરો પણ સામેલ હતા. અહેવાલમાં એવો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે કે, ઇઝરાયલી સત્તાવાળાઓએ UNના તપાસકર્તાઓને પૂરતી સુવિધા કે પહોંચ આપી ન હતી, જેના કારણે ઘણા કેસોની સ્વતંત્ર તપાસ પ્રભાવિત થઈ છે.

 

(5:46 PM IST)