News of Saturday, 19th September 2026
એશિયાના શેરબજારોમાં પિશાચી સન્નાટોઃ બેન્ક ઓફ જાપાને વ્યાજદરમાં સટાકથી ૦.૨૫% (સવા ટકો)નો રાક્ષસી વધારો ઝીંકતાં ૩૧-૩૧ વર્ષનો ઐતિહાસિક રેકોર્ડ તૂટ્યો
જાપાનની સેન્ટ્રલ બેન્કના કાળજું કંપાવતા નિર્ણયથી ગ્લોબલ ફાઇનાન્સ માર્કેટમાં વિસ્ફોટક ધડાકો: રોકાણકારોના હોશ ઊડ્યા: ત્રણ દાયકાથી ચાલી આવતી શૂન્ય વ્યાજદરની નીતિ પર બેન્ક ઓફ જાપાને ફેરવ્યો કાળો નાગ: 'કેરી ટ્રેડ'નો બોલાઈ ગયો કૂચડો: જાપાની યેનમાં કાળમુખો ઉછાળો આવતાં વૈશ્વિક બજારો અને વોલ સ્ટ્રીટમાં પિશાચી કંપન

નવી દિલ્હી:વૈશ્વિક શેરબજારો અને નાણાકીય જગતમાંથી અર્થશાસ્ત્રીઓ તથા રોકાણકારોના હોશ ઉડાડી દેતો, અરેરાટી બોલાવી દેતો અને કાળજું કંપાવી દેતો એક અતિશય ચોંકાવનારો વિસ્ફોટક સમાચારો સામે આવ્યો છે! વિશ્વની ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા ધરાવતા જાપાનની સેન્ટ્રલ બેન્ક ‘બેન્ક ઓફ જાપાન’ (BOJ) એ વ્યાજદરમાં ૦.૨૫% (સવા ટકો) નો કાળમુખો વધારો ઝીંકીને ૩૧-૩૧ વર્ષનો સૌથી મોટો ઐતિહાસિક રેકોર્ડ તોડી પાડ્યો છે.
બેન્કએ આ પગલુ એવા સમયે ઉઠાવ્યું છે જ્યારે નબળા યેન, વધતી મોંઘવારી, મોંઘી ઊર્જાએ જાપાનની અર્થવ્યવસ્થા પર દબાણ વધાર્યું છે.
ઈરાન યુદ્ધ અને હોર્મુઝ ખાડીમાંથી તેલ-ગેસ આપૂર્તિ પ્રભાવિત થવાને કારણે વૈશ્વિક ઊર્જાની કિંમતો વધી છે. જાપાન પોતાની ઊર્જા જરૂરીયાતો માટે આયાત પર મોટા પ્રમાણમાં નિર્ભર હોવાથી મોંઘા તેલ અને ગેસને કારણે આયાતનો ખર્ચ વધી રહ્યો છે. તેની સીધી અસર ઘરેલુ કિંમતો અને સામાન્ય નાગરિકોના ખર્ચ પર પણ પડી શકે છે.
જાપાન લાંબા સમયથી અત્યંત ઓછા, ક્યારેક તો નકારાત્મક વ્યાજ દરના સમયમાં રહ્યું હતું. ૨૦૨૪માં વ્યાજ દર માઈનસ ૦.૧ ટકા હતો. તેના પછી બેન્કે ધીમે-ધીમે દર વધાર્યા અને છેલ્લા અઢી વર્ષોમાં છ વાર વૃદ્ધિ કરી. ઓગસ્ટમાં મુખ્ય મોંઘવારી દર જુલાઈના ૧.૮ ટકાથી ઘટીને ૧.૭ ટકા થઈ, છતાં તે બેન્કના બે ટકા લક્ષ્યની નજીક રહેલી છે.
નબળો યેન પણ જાપાન માટે ચિંતાનો વિષય છે. ઓગસ્ટમાં યેન ૪૦ વર્ષના નીચલા સ્તર સુધી પહોંચી ગયો હતો, જેના પછી જાપાન અને અમેરિકાએ બજારમાં હસ્તક્ષેપ કરવો પડયો. અમેરિકા અને યુરોપની સેન્ટ્રલ બેન્કોએ પણ ઊર્જા કિંમતો અને મોંઘવારીના દબાણ વચ્ચે દર વધાર્યા છે. હવે ધ્યાન એ વાત પર છે કે બેન્ક ઓફ જાપાન ૧.૨૫ ટકા પર અટકશે કે હજી દરમાં વધારો કરશે.
(6:09 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
