તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 1st August 2026
ઘાનાનો ૭.૪ ઇંચ જેટલી હાઇટ ધરાવતો સૌથી ઊંચો યુવાન ૩૩ વર્ષે મૃત્યુ પામ્યો

ઘાના,તા.૦૧: ૨૦૨૨ની સાલમાં ૨.૨૪ મીટર એટલે કે ૭ ફુટ અને ૪ ઈંચની હાઇટ ધરાવતા સુલેમાન અબ્દુલ સમેદ નામના ઘાનાના રહેવાસીને દેશના સૌથી ઊંચા વ્યક્તિનું બિરૂદ મળ્યું હતું. તેને ઘાનામાં અવુચે ઉપનામથી ઓળખવામાં આવતો હતો. તે ૨૦ વર્ષનો હતો ત્યારે તેને જાઇજેન્ટિઝમ અને મોર્ફન સિન્ડ્રોમ તરીકે ઓળખાતી સમસ્યાનું નિદાન થયું હતું. આ સમસ્યામાં શરીરનાં અંગો અસામાન્ય સ્તરે વિકાસ પામે છે. એને કારણે તેની હાઇટ વધી રહી હતી. આ સમસ્યા સતત વધતી રહેતી હોય છે. જેમ-જેમ હાઇટ વધતી જાય એમ-એમ હૃદયની સમસ્યા પણ વધે છે. શરીરના વિસ્તારને કારણે આખા શરીરમાં લોહી પહોંચાડવાનું કામ હૃદય માટે વધુપડતું લોડવાળું થઈ જાય છે. થોડા દિવસો પહેલાં સુલેમાન અબ્દુલને પગમાં ઇન્ફેક્શન થયું હતું અને એ વકરી ગયું હતું. આ સમસ્યામાંથી તે સાજો ન થઈ શક્યો અને થોડા દિવસ પહેલાં જ તેનું જસ્ટ ૩૩ વર્ષની વયે મૃત્યુ થઈ ગયું.
(3:26 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
