તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 29th May 2026
ચાલતી વેનમાં ૯ કલાક ઊંઘવા માટે મળે છે પૈસા
દુનિયાની સૌથી આરામદાયક નોકરી ઇન્ડોનેશિયાનો એક અનોખો વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ

જાકાર્તા તા.૨૯: જો કોઈને એમ કહેવામાં આવે કે તેને માત્ર ઊંઘવાના પૈસા મળશે, તો કદાચ ઘણા લોકો કંઈપણ વિચાર્યા વગર તરત જ એ નોકરી માટે તૈયાર થઈ જાય. સામાન્ય રીતે લોકો દિવસ-રાત મહેનત કરીને પૈસા કમાય છે, પરંતુ આજકાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા એક વીડિયોએ લોકોને પૂરી રીતે હેરાન કરી દીધા છે. વીડિયોમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે ઇન્ડોનેશિયામાં એક વ્યક્તિને માત્ર ઊંઘવા માટે પૈસા આપવામાં આવી રહ્યા છે. સૌથી મજેદાર વાત એ છે કે તે કોઈ હોટલ કે આલીશાન રૂમમાં નહીં, પરંતુ શહેરના રસ્તાઓ પર દોડતી એક વેનની અંદર વ્યક્તિ આરામથી ઊંઘતો જોવા મળી રહ્યો છે. પહેલી નજરે આ વેન બિલકુલ સામાન્ય ગાડી જેવી દેખાય છે, પરંતુ જેવો કેમેરો તેની અંદરનો નજારો બતાવે છે, લોકો આヘર્યચકિત થઈ જાય છે. આ જ કારણોસર આ વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.
વાયરલ વીડિયોમાં શહેરના રસ્તા પર ચાલતી એક ખાસ પ્રકારની વેન દેખાય છે. બહારથી જોવામાં તે સામાન્ય વેન જેવી લાગે છે, પરંતુ અંદરનું લ્લશ્ય લોકોનું ધ્યાન તરત જ પોતાની તરફ ખેંચી લે છે. સામાન્ય રીતે વેનની અંદર સીટો લાગેલી હોય છે, જ્યાં લોકો બેસીને મુસાફરી કરે છે, પરંતુ આ વેનમાં સીટોની જગ્યાએ એક આરામદાયક બેડ ગોઠવવામાં આવ્યો હતો. એ બેડ પર એક વ્યક્તિ ખૂબ આરામથી ગાઢ ઊંઘ લેતો જોવા મળે છે. રસ્તા પર દોડતી ગાડીઓ અને ઘોંઘાટ વચ્ચે કોઈને આટલી શાંતિથી ઊંઘતા જોઈને લોકો પણ આヘર્યચકિત થઈ ગયા. વીડિયોની સાથે દાવો કરવામાં આવી રહ્યો છે કે આ વ્યક્તિ રોજ અંદાજે નવ કલાક આ જ રીતે ઊંઘવા માટે પૈસા લે છે.
જણાવવામાં આવી રહ્યું છે કે, આ આખો કેમ્પેઈન ઇન્ડોનેશિયાની મેટ્રેસ કંપની ‘‘ડોમી બેડ''નો ભાગ છે. કંપની પોતાના મેટ્રેસની આરામદાયક ક્વોલિટી બતાવવા માટે આ અનોખો રસ્તો લઈને આવી છે. કંપનીનો હેતુ લોકોને એ જણાવવાનો હતો કે તેમનું મેટ્રેસ એટલું આરામદાયક છે કે ચાલતી ગાડીમાં પણ માણસ ચેનની ઊંઘ લઈ શકે છે. આ જ યુનિક આઈડિયા હવે ઇન્ટરનેટ પર ચર્ચાનો વિષય બની ગયો છે.
આ વીડિયોને ઇન્સ્ટાગ્રામ પર @thekingdomofnews નામના એકાઉન્ટ પરથી શેર કરવામાં આવ્યો છે. વીડિયો વાયરલ થયા બાદ લોકો આના પર જોરદાર કોમેન્ટ્સ કરી રહ્યા છે. એક યુઝરે ફની અંદાજમાં લખ્યું છે કે, ‘‘આ નોકરી માટે તો હું અત્યારે જ તૈયાર છું.'' બીજા યુઝરે લખ્યું છે કે, ‘‘હાયર મી... મને પણ આ જ કામ જોઈએ છે.'' કેટલાક લોકોએ આને ‘‘દુનિયાની સૌથી આરામદાયક નોકરી'' ગણાવી છે, તો કેટલાય યુઝર્સ કંપનીના આ ક્રિએટિવ આઈડિયાના વખાણ કરતા જોવા મળ્યા છે. સોશિયલ મીડિયા પર લોકોને આ અનોખો કોન્સેપ્ટ ખૂબ પસંદ આવી રહ્યો છે
(10:24 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
