<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 3rd October 2026

પિતા સાથે કચરો વીણતી યુવતી મોડલ બની ગયા પછી પણ કચરો વીણવાનું કામ કરે છે

બીજીંગ,તા.૨: ચીનમાં કચરો વીણવાનું કામ કરતી ૨૦ વર્ષની એક છોકરી રાતોરાત મોડલ બની ગઈ હતી. કચરાના ઢેરમાંથી અલગ-અલગ પ્રકારનો કચરો તારવવાનું કામ કરતી મિન્‍ગહુઈ નામની આ કન્‍યાનો વિડિયો વાઇરલ થયો છે. તેના બોયફ્રેન્‍ડના પિતાના કચરા-કલેક્‍શનના કામમાં તે મદદ કરી રહી હતી. એ તસવીરો વાઇરલ થતાં લોકોએ તેના ચહેરાનાં ફીચર્સ અને હાઇટનાં ખૂબ વખાણ કર્યાં. આ કમેન્‍ટ્‍સ ચીનના એક મોડલની નજરમાં આવી. તેને પણ લાગ્‍યું કે આ છોકરી તો જન્‍મજાત સુપરમોડલ છે. એ પછી ચીની ફેશન-ડિઝાઇનરે લક્‍ઝરી આર્ટ-બ્રેન્‍ડ માટે મિન્‍ગહુઈને લીધી. તેણે એક કાર-કંપની માટે પણ મોડલિગ કર્યું અને હવે તેની પાસે રેગ્‍યુલર મોડલિગનું કામ સામેથી આવી રહ્યું છે. એમ છતાં તે જ્‍યારે પણ નવરી પડે ત્‍યારે બોયફ્રેન્‍ડના પરિવારની સાથે કચરો છાંટવાના કામમાં લાગી જાય છે.

(10:00 AM IST)