News of Thursday, 28th May 2026
વૈશ્વિક મહાસત્તા અમેરિકાના આંગણે જ મહાયુદ્ધના એંધાણ: મિડલ ઈસ્ટ બાદ હવે કેરેબિયન સાગરમાં ભારે લશ્કરી તણાવ:સુપરપાવરનો 'માસ્ટર પ્લાન' તૈયાર
દુશ્મન દેશોની ઘેરાબંધી તોડવા અમેરિકી નૌસેના એલર્ટ મોડ પર: દરિયાઈ સરહદો પર યુદ્ધજહાજો અને ફાઇટર જેટ્સનો મોટો જમાવડો: ગમે ત્યારે મોટો ભડાકો થવાની આંતરરાષ્ટ્રીય આશંકા

નવી દિલ્હી: રશિયા-યુક્રેન અને મિડલ ઈસ્ટના યુદ્ધો વચ્ચે હવે દુનિયામાં વધુ એક નવો મોરચો ખૂલવાની સનસનાટીપૂર્ણ સંભાવનાઓ દેખાઈ રહી છે. અમેરિકાની સાવ નજીક આવેલા કેરેબિયન સાગરમાં અચાનક લશ્કરી હલચલ તેજ થઈ ગઈ છે. પ્રાપ્ત વિગતો અનુસાર, પ્રતિસ્પર્ધી દેશોની વધતી જતી સબમરીન અને નેવી ગતિવિધિઓને રોકવા માટે અમેરિકાએ એક અત્યંત ગુપ્ત અને મજબૂત માસ્ટર પ્લાન અમલમાં મૂકી દીધો છે, જેને પગલે સમગ્ર કેરેબિયન ક્ષેત્રમાં યુદ્ધ જેવી સ્થિતિ સર્જાઈ છે.
પોલિટિકોના રિપોર્ટ અનુસાર, અમેરિકા અહીં વેનેઝુએલાના ભૂતપૂર્વ રાષ્ટ્રપ્રમુખ નિકોલસ માદુરોની ધરપકડ જેવું જ ઓપરેશન હાથ ધરીને હવાનાની ટોચની નેતાગીરીની ધરપકડ(કબ્જો) કરી શકે છે અથવા શ્રેણીબદ્ધ ચોક્કસ ગાઇડેડ મિસાઇલ હુમલા કરી શકે છે. જો આમ થશે, તો ટ્રમ્પ પ્રશાસનનો આ ત્રીજો મોટો આંતરરાષ્ટ્રીય સૈન્ય સંઘર્ષ હશે. અમેરિકાના વિદેશ મંત્રી માર્કો રુબિયોએ કેબિનેટ બેઠકમાં સ્પષ્ટ કહ્યું હતું કે, "ક્યુબા અત્યારે ભારે મુશ્કેલીમાં છે. આપણા દરિયાકાંઠાથી માત્ર 90 માઇલ દૂર એક નિષ્ફળ ગયેલું રાજ્ય હોવું એ યુનાઇટેડ સ્ટેટ્સની રાષ્ટ્રીય સુરક્ષા માટે મોટો ખતરો છે."
અમેરિકાએ ક્યુબાને ચારેય તરફથી ઘેરવા માટે કેરેબિયન સમુદ્રમાં ઘાતક સૈન્ય જમાવડો એકત્ર કર્યો છે. અમેરિકાનું વિશાળ ગાઇડેડ મિસાઇલ અને ફાઇટર પ્લેન્સથી સજ્જ 'USS નિમિત્ઝ' એરક્રાફ્ટ કેરિયર સ્ટ્રાઇક ગ્રૂપ મે મહિનામાં કેરેબિયન સમુદ્રમાં પ્રવેશી ચૂક્યું છે. અમેરિકાના અત્યાધુનિક ડ્રોન અને જાસૂસી વિમાનો મહિનાઓથી ક્યુબાની સરહદ પર ચક્કર લગાવી રહ્યા છે. 2500 મરીન સૈનિકોને લઈને જતું USS કિયરસાર્જ પણ વર્જિનિયાના દરિયાકાંઠે તૈનાત છે.
(5:21 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
