તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 10th September 2026
જન્મદર વધારવા શાંઘાઈમાં માતૃત્વ સંબંધિત સારવાર મફત
ગર્ભાવસ્થાની તપાસથી લઈને પ્રસૂતિ બાદની સારવારનો ખર્ચ સરકાર ઉઠાવશે

બેઈજિંગ,તા.૧૦: ચીનના આર્થિક પાટનગર ગણાતા મહાનગર શાંઘાઈમાં વૃદ્ધોની વધતી સંખ્યા અને અત્યંત નીચા જન્મદરની સમસ્યાને પહોંચી વળવા માટે હવે માતૃત્વ સંબંધિત સારવાર સંપૂર્ણપણે મફત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. શહેર સરકારે મંગળવારે નવી નીતિ જાહેર કરી છે, જેના હેઠળ ગર્ભાવસ્થાની તપાસથી લઈને પ્રસૂતિ અને પ્રસૂતિ બાદની ફોલોઅપ સારવાર સુધીનો તમામ વ્યક્તિગત ખર્ચ માફ કરવામાં આવશે.
આ નીતિ કેન્દ્ર સરકારની એ પહેલથી પણ આગળ વધે છે, જેમાં આ વર્ષના અંત સુધી સમગ્ર દેશમાં હોસ્પિટલમાં પ્રસૂતિ માટેની મૂળભૂત સેવાઓ તમામ દર્દીઓ માટે મફત કરવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરવામાં આવી છે. ચીનમાં જન્મદર વધારવા માટે સરકાર વિવિધ પગલાં લઈ રહી છે, કારણ કે વસ્તી વિષયક સંકટ દેશની લાંબા ગાળાની આર્થિક સમૃદ્ધિ માટે પડકાર ઊભો કરી રહ્યું છે.
હોંગકોંગ સ્થિત સાઉથ ચાઈના મોર્નિગ પોસ્ટના અહેવાલ અનુસાર, ઓક્ટોબરથી શાંધાઈની મેડિકલ ઈન્સ્યોરન્સ યોજનામાં સામેલ તમામ મહિલાઓને ૪,૫૦૦ યુઆન (લગભગ ૬૭૧ અમેરિકી ડોલર)નું માતૃત્વ ભથ્થું મળશે.
શાંઘાઈ મ્યુનિસિપલ હેલ્થકેર બ્યુરોએ જણાવ્યું કે જો સારવારનો ખર્ચ ૪,૫૦૦ યુઆનથી વધુ થાય તો વધારાનો ખર્ચ પણ માતૃત્વ વીમા યોજના હેઠળ આવરી લેવામાં આવશે.
આ ઉપરાંત, ગર્ભાવસ્થા દરમિયાન થતી તબીબી તપાસ, હોસ્પિટલમાં પ્રસૂતિ તથા પ્રસૂતિ બાદના ૪૨ દિવસ સુધીની સારવાર અને પુનઃપ્રાપ્તિનો ખર્ચ પણ સંપૂર્ણપણે પરત આપવામાં આવશે, એમ બ્યુરોએ જણાવ્યું હતું.(
(9:51 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
