તા. ૪ નવેમ્બરે ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૨ કારતક સુદ – ૧૪ મંગળવાર
News of Wednesday, 15th April 2026
ત્રીજા વિશ્વયુદ્ધના ભણકારા? ઈરાને ચીની સેટેલાઈટની મદદથી અમેરિકી સૈન્ય મથકોને ટાર્ગેટ કર્યા: ઈન્ટેલિજન્સ રિપોર્ટથી વોશિંગ્ટનમાં ફફડાટ
ડ્રેગન અને ઈરાનનો ઘાતક મનસૂબો: અંતરિક્ષમાંથી અમેરિકી સેનાની પળેપળની હિલચાલ પર રખાઈ નજર:ચીની ટેકનોલોજીનો ઉપયોગ કરી ઈરાને ઘડ્યું 'ચક્રવ્યૂહ':મિધ ઈસ્ટમાં તણાવ ચરમસીમાએ: શું અમેરિકા વળતો પ્રહાર કરશે? બે દુશ્મનો એક થતા પેન્ટાગોનની ઊંઘ હરામ:ગમે ત્યારે મોટો ધડાકો થવાની ભીતિ

નવી દિલ્હી: મધ્ય પૂર્વમાં ચાલી રહેલા સંઘર્ષ વચ્ચે એક ચોંકાવનારો ખુલાસો થયો છે. તાજેતરના ઈન્ટેલિજન્સ રિપોર્ટ મુજબ, ઈરાને અમેરિકાના સૈન્ય ઠેકાણાઓની સચોટ માહિતી મેળવવા માટે ચીનના અત્યાધુનિક સેટેલાઈટ નેટવર્કનો ઉપયોગ કર્યો હોવાનું સામે આવ્યું છે. આ રિપોર્ટ બહાર આવતા જ વૈશ્વિક રાજકારણમાં ગરમાવો આવી ગયો છે અને અમેરિકાની સુરક્ષા એજન્સીઓ એલર્ટ મોડ પર આવી ગઈ છે.
રિપોર્ટ અનુસાર, ઈરાને TEE-01B સેટેલાઇટ્સનો ઉપયોગ કર્યો હતો, જેને ચીની કંપની 'અર્થ આઈ' દ્વારા તૈયાર કરવામાં આવ્યા છે. ઈરાની સેનાની એરોસ્પેસ ફોર્સે આ સેટેલાઇટની સેવાઓ ખરીદી હતી. ચીન દ્વારા આ સેટેલાઇટ્સ લોન્ચ કર્યાના ગણતરીના દિવસોમાં જ ઈરાને તેની સેવાઓ લેવાનું શરૂ કરી દીધું હતું.
બીજી તરફ, ચીની વિદેશ મંત્રાલયે આ રિપોર્ટને ધરમૂળથી ફગાવી દીધા છે. ચીનનું કહેવું છે કે તેના પર ટેરિફ લગાવવા માટે આવા પાયાવિહોણા આરોપો લગાવવામાં આવી રહ્યા છે. આ મનઘડંત આરોપોનો ઉપયોગ ચીન પર ટેરિફ લાદવાના બહાના તરીકે થઈ શકે છે. ચીની વિદેશ મંત્રાલયના પ્રવક્તા લિન જિયાન જણાવ્યું કે જો અમેરિકા અમારા પર ટેરિફ વધારશે તો અમે પણ તેનો જડબાતોડ જવાબ આપીશું.
ફાઇનાન્શિયલ ટાઇમ્સે લખ્યું છે કે ઈરાની સેનાના લીક થયેલા દસ્તાવેજોના અભ્યાસ બાદ આ માહિતી સામે આવી છે. અખબારના જણાવ્યા અનુસાર, ઈરાની સેનાના કમાન્ડરોએ સેટેલાઇટ દ્વારા અમેરિકન સૈન્ય ઠેકાણાઓની મોનિટરિંગ કરવાના આદેશ આપ્યા હતા, ત્યારબાદ સેટેલાઇટની મદદથી તસવીરો અને અન્ય વિગતો મેળવવામાં આવી હતી.
(5:13 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
