તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 2nd October 2026
કુદરતના પ્રકોપથી પૃથ્વીના ચાર દેશોમાં ફાટી નીકળનારી મહાનાશની અત્યંત ભયાનક, કાળજું કંપાવી દેતી અને લોહીયાળ આગાહીઃ રાક્ષસી 'અલ નીનો' (El Nino) નામના હવામાનના મહાવિનાશક ભૂકંપથી ૩૧,૦૦૦થી વધુ નિર્દોષ લોકોના મોતની આશંકાએ આખી દુનિયાની છાતીના પાટિયા બેસી ગયા
ચાર દેશોની ધરતીને સટાકથી બરબાદ કરી નાખવા બેઠેલા આ હવામાનના તાંડવ અને કાળમુખી આફતના એંધાણથી વૈશ્વિક વૈજ્ઞાનિકો અને સરકારોના ઉડી ગયા હોશઃ આખી પૃથ્વી પર મચી ગયો ભયાનક સનસનાટીભર્યો હાહાકાર

નવી દિલ્હી:વૈશ્વિક હવામાન અને આખી માનવજાતને મૂળમાંથી હચમચાવી દેતો, રૂંવાડા ઊભા કરી દેતો અને કાનના પડદા ફાડી નાખે તેવો અત્યંત વિસ્ફોટક, લોહીયાળ અને સનસનાટીભર્યો કિસ્સો સામે આવ્યો છે! દુનિયાના ચાર મોટા દેશો પર કુદરતનો અત્યાચારી અને પિશાચી પ્રકોપ ત્રાટકવાની ઘડીઓ ગણાઈ રહી છે, જ્યાં ખતરનાક 'અલ નીનો' ની વિસ્ફોટક અસરના કારણે ભયંકર દુષ્કાળ, પૂર અને મહામારી સર્જાઈ શકે છે અને અંદાજે ૩૧,૦૦૦થી વધુ હસતા-રમતા જીવો કાળના ગાલમાં હોમાઈ જવાની અત્યંત ડરામણી આશંકા વ્યક્ત કરવામાં આવી છે.
વૈશ્વિક સ્તરે પણ સુપર અલ-નીનોની વ્યાપક અસર જોવા મળશે. રિસર્ચ અનુસાર, જૂન 2026થી ફેબ્રુઆરી 2027 દરમિયાન સમગ્ર વિશ્વમાં ગરમીના કારણે આશરે 4.51 લાખ વધારાના મોત થવાનું અનુમાન છે, જેમાં ગરીબ દેશો સૌથી વધુ પ્રભાવિત થશે.
વીજળીની કટોકટી અને ગરીબી બનશે મોતનું કારણ
કૂલિંગ સુવિધાઓનો અભાવ: ગરમીથી બચવા માટે પંખા, કૂલર કે AC ચલાવવા માટે વીજળી અનિવાર્ય છે. પરંતુ નાઇજરમાં માત્ર 21% અને ચાડમાં માંડ 13% વસ્તી પાસે વીજળીની સુવિધા છે.
ઘરની અંદર પણ રાહત નહીં: વીજળી અને ગરીબીના કારણે લોકો કૂલિંગ સાધનો ખરીદી શકતા નથી, જેના કારણે ઘરની ચાર દીવાલો વચ્ચે પણ ગરમીથી બચવું અશક્ય બની જશે.
ખુલ્લામાં કામ કરતા શ્રમિકો: આ દેશોમાં મોટાભાગના લોકો ખેતી અને મજૂરી માટે કલાકો સુધી તડકામાં રહે છે, જેથી ડિહાઇડ્રેશન અને હીટસ્ટ્રોકનો ખતરો વધી જાય છે.
સંશોધકોએ યુરોપિયન સેન્ટર ફોર મીડિયમ-રેન્જ વેધર ફોરકાસ્ટ્સના મોડેલિંગનો ઉપયોગ કરીને આગામી છ મહિનાના તાપમાનનો અંદાજ મેળવ્યો હતો. ત્યારબાદ વિશ્વના 24,378 વિસ્તારોના વર્ષ 1996થી 2025 સુધીના તાપમાન અને મૃત્યુદરના જૂના ડેટા સાથે સરખામણી કરીને આ ગણતરી કરવામાં આવી છે. વૃદ્ધો, નાના બાળકો, બીમાર વ્યક્તિઓ અને ખુલ્લામાં કામ કરતા ખેડૂતો સૌથી સંવેદનશીલ જૂથમાં આવે છે.
(5:41 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
