<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 22nd September 2026

ઈયુના કાળમુખા પિશાચી ચાબુકથી ટેક જગતમાં ભયાનક ભૂકંપઃ લોકેશન ડેટાના નિયમોનો કૂચડો બોલાવવા બદલ ગૂગલ પર ફેરવાયો કાળો નાગ, રૂ. ૪,૦૦૦ કરોડનો તોતિંગ દંડ

યુરોપિયન યુનિયન (EU)ની વિસ્ફોટક અને આકરી કાર્યવાહીથી તોતિંગ ટેક ગાયન્ટ ગૂગલના હોશ ઊડ્યા, છતમાંથી ધુમાડા નીકળી ગયા: યુઝર્સના અતિ સંવેદનશીલ લોકેશન ડેટા સાથે ખિલવાડ કરી પ્રાઈવસીના ધજાગરા ઉડાડવાનો પિશાચી ખેલ ચૌટા વચાળે ખુલ્લો પડ્યો: ગૂગલે ઈયુના કડક ડેટા પ્રોટેક્શન નિયમોનો સટાકથી કૂચડો બોલાવીને યુઝર્સના લોકેશન ટ્રેક કરતાં જ રેગ્યુલેટર્સે ઝીંક્યો રાક્ષસી કોરડો: અંકબંધ રૂ. ૪,૦૦૦ કરોડ ($500+ Million)નો તોતિંગ અને કાળજું કંપાવનારો દંડ ફટકારીને આંતરરાષ્ટ્રીય સ્તરે ધમાકેદાર ભંડાન ફોડ

નવી દિલ્હી :વિશ્વના ટેકનોલોજી અને ડિજિટલ સામ્રાજ્યના હોશ ઉડાડી દેતો, અરેરાટી બોલાવી દેતો અને કાળજું કંપાવી દેતો અતિશય વિસ્ફોટક અને પિશાચી કિસ્સો સામે આવ્યો છે! વૈશ્વિક ટેક કંપની ગૂગલ (Google) દ્વારા યુઝર્સના ખાનગી લોકેશન ડેટાના નિયમોનો પૂરેપૂરો કૂચડો બોલાવવામાં આવતાં યુરોપિયન યુનિયન (EU)એ કાળો નાગ ફેરવીને અંકબંધ રૂ. ૪,૦૦૦ કરોડનો તોતિંગ દંડ ફટકારી દીધો છે!
આયર્લેન્ડની ડેટા પ્રોટેક્શન કમિશને તપાસ દરમિયાન જણાવ્યું હતું કે, ગૂગલે યૂઝર્સના બ્રાઉઝિંગ અને સર્ચ હિસ્ટ્રી કરતી 'વેબ એન્ડ એપ એક્ટિવિટી' અને યૂઝર્સના મુલાકાત લીધેલા સ્થળોની નોંધે લેતી 'લોકેશન હિસ્ટ્રી'માં લોકેશન ડેટાની પ્રક્રિયા કાયદેસર કે યોગ્ય રીતે કરી ન હતી. આ ઉપરાંત, એન્ડ્રોઇડ ઓપરેટિંગ સિસ્ટમના 'લોકેશન એક્યુરસી' ફીચરમાં પણ પર્સનલ ડેટા પ્રોસેસ કરતી વખતે કંપની પારદર્શક રહેવામાં નિષ્ફળ રહી હતી.
આયર્લેન્ડમાં ગૂગલનું યુરોપિયન હેડક્વાર્ટર આવેલું હોવાથી, આયર્લેન્ડ આ કેસમાં મુખ્ય નિયમનકાર તરીકે કામ કરી રહ્યું છે. આ તપાસ લગભગ છ વર્ષપહેલાં શરૂ થઈ હતી, જેમાં વર્ષ ૨૦૧૮ થી ફેબ્રૂઆરી ૨૦૨૦ સુધીના સમયગાળા દરમિયાન યુરોપીયન યુનિયનના જનરલ ડેટા પ્રોટેક્શન રેગ્યુલેશનના પાલનની સમીક્ષા કરવામાં આવી હતી.
આ મામલે નિવેદન આપતા ગૂગલે જણાવ્યું હતું કે, 'આ કેસ ભૂતકાળની નીતિઓ સાથે સંબંધિત છે, જેમાં હવે જરૂરી સુધારા કરવામાં આવ્યા છે. વર્ષ ૨૦૧૯ થી અમે અમારી પદ્ધતિઓમાં નોંધપાત્ર બદલાવ કર્યો છે અને લોકેશન ડેટા મેનેજમેન્ટને સરળ બનાવતા મજબૂત ટૂલ્સ રજૂ કર્યા છે.'
નિયમનકારોના જણાવ્યા મુજબ, લોકેશન ડેટા એ અત્યંત સંવેદનશીલ પર્સનલ ડેટા છે, જે યૂઝર્સને ઓનલાઈન સેવાઓમાં ફાયદો કરાવવા સાથે તેમની અંગત માહિતી પણ ઉજાગર કરી શકે છે. આયર્લેન્ડના વાચડોગ દ્વારા EU પ્રાઈવસી નિયમો હેઠળ ફટકારવામાં આવેલો આ ચોથો સૌથી મોટો દંડ છે. અગાઉ મેટા અને ટિકટોક જેવી કંપનીઓ પર આનાથી પણ મોટા દંડ લાદવામાં આવ્યા છે, જેમાં મેટા સામેના ૧.૨ અબજ યુરોના દંડનો પણ સમાવેશ થાય છે. હાલમાં નિયમનકાર દ્વારા ગૂગલ સામે અન્ય ત્રણ અલગ-અલગ પ્રાઈવસી તપાસ પણ ચાલી રહી છે.

 

(6:04 PM IST)