<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 26th October 2026

એલન મસ્કનો યુક્રેન સામે અત્યંત સ્ફોટક અને ખૌફનાક ધડાકો:યુક્રેને નિર્દોષ લોકોને મારવા માટે સ્ટારલિંકના ઇન્ટરનેટ નેટવર્કનો કર્યો ખતરનાક દુરુપયોગ

રશિયા-યુક્રેન યુદ્ધ વચ્ચે સેટેલાઇટ ટેક્નોલોજીના ગેરવાજભી ઉપયોગથી વૈશ્વિક સ્તરે હાહાકાર: ટેક્નોલોજી ટાયકૂનના ગંભીર આક્ષેપથી નાટો દેશો અને યુરોપના છાતીના પાટિયા બેસી ગયા

નવી દિલ્હી:રશિયા અને યુક્રેન વચ્ચે લાંબા સમયથી ચાલી રહેલા વિનાશક અને લોહિયાળ યુદ્ધ વચ્ચે ટેક્નોલોજી જગતમાંથી દુનિયાભરને હચમચાવી દેતા અત્યંત ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. વિશ્વના દિગ્ગજ અબજોપતિ અને સ્પેસએક્સ (SpaceX) ના સર્વેસર્વા એલન મસ્કે યુક્રેનની સેના સામે એકદમ આક્રમક અને ગંભીર આક્ષેપ કરતા સનસનાટી મચાવી દીધી છે. એલન મસ્કે ખુલ્લેઆમ નિવેદન આપ્યું છે કે યુક્રેન દ્વારા સૈન્ય કાર્યવાહી અને ડ્રોન હુમલાઓ દ્વારા નિર્દોષ લોકોને મોતને ઘાટ ઉતારવા માટે સ્ટારલિંક (Starlink) ના હાઇટેક સેટેલાઇટ ઇન્ટરનેટ નેટવર્કનો બેફામ અને ઘાતક દુરુપયોગ કરવામાં આવ્યો છે!

યુક્રેન માટે સ્ટારલિંકનું ઈન્ટરનેટ ધીમું કર્યાના દાવાઓ વચ્ચે હવે સ્પેસએક્સના માલિક ઈલોન મસ્કે યુક્રેનની સેના પર તેની સેટેલાઈટ ઈન્ટરનેટ સેવા સ્ટારલિંકના નેટવર્કનો દુરુપયોગ કરવાનો આક્ષેપ કર્યો છે. મસ્કે દાવો કર્યો કે યુક્રેનની સેનાએ લોકોને મારવા માટે ડ્રોન હુમલામાં સ્ટારલિંકનો ઉપયોગ કરીને સેવાની શરતોનો ભંગ કર્યો હતો. જોકે, યુક્રેનની સેનાએ ઈલોન મસ્કના દાવાઓને નકારી કાઢ્યા હતા.
અમેરિકન અબજોપતિ ઈલોન મસ્કે એક્સ પર પોસ્ટમાં જણાવ્યું હતું કે, યુક્રેનની સેનાએ લોકોને મારવા માટે ડ્રોન હુમલા કરવા સેટેલાઈટ ઈન્ટરનેટ સ્ટારલિંકનો ઉપયોગ કર્યો હતો. આ રીતે યુક્રેનની સેનાએ સ્ટારલિંકની સેવાની શરતોનો ભંગ કર્યો હતો. મસ્કનો આક્ષેપ એવા સમયે થયો છે જ્યારે સ્પેસએક્સે બનાવેલા સ્ટારલિંક નેટવર્ક અંગે અમેરિકા અને યુક્રેન વચ્ચે તણાવ વધી રહ્યો છે.
મસ્કે એક્સ પર અન્ય એક પોસ્ટમાં લખ્યું કે, સ્ટારલિંકની શરતો હંમેશાથી નાગરિક સિસ્ટમ તરીકે કામ કરે છે. લોકોને મારવાના સાધન તરીકે તેનો ઉપયોગ અયોગ્ય છે. આ શરતોનો ભંગ કરવા બદલ સેવા બંધ કરી દેવાશે. સ્ટારલિંક યુક્રેનની સુરક્ષા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે, કારણ કે આ એકમાત્ર એવી સિસ્ટમ છે, જેને જામ નથી કરી શકાતી અથવા તેનો નાશ નથી કરી શકાતો. સ્ટારલિંકને બંધ કરી દેવાશે તો યુક્રેનની ફ્રન્ટ લાઈન તુરંત તૂટી પડશે. બીજીબાજુ યુક્રેનની સેનાએ મસ્કના આક્ષેપોને નકારી કાઢ્યા છે. પ્રમુખ ઝેલેન્સ્કીના ડીફેન્સ ટેક્નોલોજી સલાહકાર સેરહિ બેસ્ક્રેસ્તનોવે જણાવ્યું હતું કે, યુક્રેનમાં લાંબા સમયથી નાગરિક સિસ્ટમ પર મુકાયેલા નિયંત્રણોના કારણે સ્ટારલિંકની ઈન્ટરનેટ સેવાઓનો આક્રમણ માટે ઉપયોગ અશક્ય છે. યુક્રેનમાં સ્ટારલિંકની કામગીરીઓ પર નિયંત્રણો અંગે ઈલોન મસ્ક જાણતા ના હોય તે ઘણું જ આશ્ચર્યજનક છે. યુક્રેનના વોરટાઈમ કનેક્ટિવિટી માટે સ્પેસએક્સની સ્ટારલિંક અને તેની મિલિટરી ફોકસ્ડ સ્ટારશિલ્ડ સેવાઓ ખૂબ જ મહત્વની છે.

 

(5:58 PM IST)