તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 24th June 2026
સ્પેસએક્સના શેરમાં ૧૬ ટકાનો ક્રેશ થતાં એલોન મસ્કને લાગ્યો અત્યાર સુધીનો સૌથી મોટો આંચકો: માત્ર ૨૪ કલાકમાં ૧૫૨ અબજ ડોલરનું તોતિંગ ધોવાણ: કંપનીની માર્કેટ વેલ્યુમાંથી ૧ ટ્રિલિયન ડોલર સાફ થતાં ગ્લોબલ માર્કેટમાં હાહાકાર
તાજેતરમાં જ વિશ્વના પ્રથમ 'ટ્રિલિયોનર' બનેલા મસ્કનું વૈભવી સ્ટેટસ જોખમમાં: નેટવર્થ ઘટીને ૧.૧ ટ્રિલિયન ડોલર થઈ: એઆઈ (AI) ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે બોન્ડ દ્વારા દેવું એકત્રિત કરવાની યોજનાથી રોકાણકારો નારાજ: ભારે પ્રોફિટ બુકિંગથી શેર તૂટ્યો

નવી દિલ્હી: વૈશ્વિક સ્પેસ અને ટેકનોલોજી સેક્ટરના બેતાજ બાદશાહ એલોન મસ્કની નવ-લિસ્ટ થયેલી કંપની સ્પેસએક્સ (SpaceX) ના શેરોમાં સોમવારે અમેરિકી શેરબજાર નાસ્ડેક ખાતે પ્રચંડ કડાકો બોલતા મસ્કની વ્યક્તિગત સંપત્તિમાંથી એક જ દિવસમાં ૧૫૨ અબજ ડોલર (રૂપિયા ૧૫,૨૦૦ કરોડથી વધુ) નું ઐતિહાસિક ધોવાણ નોંધાયું છે. ગ્લોબલ ફાયનાન્સિયલ ઓડિટ, નાસ્ડેક ટ્રેડિંગ વિજિલન્સ એન્ડ અબજોપતિ નેટવર્થ ટ્રેકિંગ સેક્ટર રિપોર્ટ મુજબ, સ્પેસએક્સના રેકોર્ડબ્રેક આઈપીઓ બાદ શેર ૨૨૫ ડોલરની ટોચે પહોંચ્યો હતો, પરંતુ વૈશ્વિક સ્તરે ટેક શેરોમાં આવેલી મંદી અને કંપની પરના દેવાના બોજની ચિંતા વચ્ચે શેર સીધો ૧૬.૪% તૂટીને ૧૫૪ ડોલર પર આવી ગયો હતો. આ મસમોટા કડાકાને કારણે સ્પેસએક્સની કુલ બજાર મૂડી ૩ ટ્રિલિયન ડોલરથી ઘટીને ૨ ટ્રિલિયન ડોલર થઈ ગઈ છે.
સ્પેસએક્સના શેરોમાં સોમવારે એવો કડાકો બોલ્યો કે તેના શેર ૧૬.૪૩ ટકા ઘટીને ૧૫૪.૬૦ ડોલર પર બંધ થયા. મસ્કની પાસે સ્પેસએક્સના લગભગ ૪.૭૬ અબજ શેર છે. તેના લીધે તેની નેટવર્થમાં ૧૫૨ અબજ ડોલર (૧૪.૩૮ લાખ કરોડ રૂપિયા)નો ઘટાડો જોવા મળ્યો.
જો કે આ ઘટાડા છતાં ઇલોન મસ્ક હજી પણ ટ્રિલિયોનર છે. તેમની સંપત્તિ ૧.૦૮ ટ્રિલિયન ડોલર છે. વિશ્વના બીજા અબજપતિઓ મસ્ક આગળ ક્યાંય ટકતા નથી. બ્લૂમબર્ગ બિલિયોનર્સ ઇન્ડેક્સમાં બીજા નંબરે આવેલા લેરી પેજની નેટવર્થ મસ્કની કુલ સંપત્તિના ત્રીજા ભાગની છે. જો સ્પેસએક્સના શેરો મસ્કને આ જ રીતે ઝાટકો આપશે તો મસ્કને પણ બીજા અબજપતિઓની હરોળમાં આવતા વાર નહીં લાગે.
મસ્કની સંપત્તિથી પાકિસ્તાનના ૪૦૦ અબજ ડોલર જેટલી ઇકોનોમી બે વખત ખરીદી શકાય છે. મસ્ક હજી પણ તાઇવાનની ૯૭૬ અબજ ડોલર, આયરલેન્ડની ૭૭૯ અબજ ડોલર, બેલ્જિયમની ૭૭૬ અબજ ડોલર, સ્વીડનની ૭૬૦ અબજ ડોલર, ઇઝરાયેલની ૭૧૯ અબજ ડોલર, આર્જેન્ટિનાની ૬૮૮ અબજ ડોલરની જીડીપીની તુલનોએ ઘણો ધનવાન છે. આમ મસ્કની સંપત્તિની તુલના હવે ધનવાનો સાથે નહીં પણ દેશો સાથે થવા લાગી છે. ભારતની આખી ઇકોનોમી ૪.૧૫ ટ્રિલિયન ડોલર છે તો એકલો મસ્ક ભારતની કુલ જીડીપીના ચોથા ભાગ એટલે કે ૨૫ ટકા જેટલો હિસ્સો ધરાવે છે.
(6:20 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
