તા. ૧૦ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧ મંગળવાર
News of Friday, 10th July 2026
પૂર્વ એશિયા પર પ્રકૃતિનો પ્રકોપ: ૨૦૦ કિમીની સ્પીડે ત્રાટકશે મહાતૂફાન 'બાવી': તાઈવાન, ચીન અને જાપાનમાં સેંકડો ફ્લાઈટ્સ રદ, લશ્કર એલર્ટ પર
પેસિફિક મહાસાગરમાં કુદરતનું રૌદ્ર સ્વરૂપ: દરિયામાં ૧૫ ફૂટ ઊંચા મોજાં ઉછળવાની ચેતવણી: લાખો લોકોને સલામત સ્થળે ખસેડવાની કામગીરી યુદ્ધના ધોરણે શરૂ

નવી દિલ્હી: વૈશ્વિક સ્તરે વધી રહેલી ગરમી અને ક્લાયમેટ ઇમરજન્સીની સીધી અસર હવે પ્રશાંત મહાસાગરમાં જોવા મળી રહી છે. હવામાન વિભાગના સેટેલાઇટ ડેટા અનુસાર, મહાતૂફાન 'બાવી' એ હવે અત્યંત ખતરનાક 'સુપર ટાયફૂન' નું સ્વરૂપ ધારણ કરી લીધું છે. આ વાવાઝોડું જે રૂટ પર આગળ વધી રહ્યું છે, તેનાથી તાઈવાનનો ઉત્તરી ભાગ, જાપાનના ઓકિનાવા ટાપુઓ અને ચીનનો પૂર્વીય દરિયાકાંઠો સીધો પ્રભાવિત થવાનો છે. વાવાઝોડાના કેન્દ્રમાં પવનની ઝડપ ૨૦૦ કિલોમીટર પ્રતિ કલાક નોંધાઈ છે, જે માર્ગમાં આવતી કોઈપણ નબળી ઇમારત, વીજળીના થાંભલા અને વૃક્ષોને ગણતરીની સેકન્ડોમાં જમીનદોસ્ત કરવા સક્ષમ છે.
આ સાથે શાસન તંત્રે નાગરિકોને જરૂરી સામાનનો સ્ટોક કરી કોઈપણ આપાતકાલીન સ્થિતિ માટે તૈયાર રહેવા જણાવી દીધું છે.
આ ચક્રવાત ૧૦૦૦ કીમી જેટલા વિસ્તારમાં ફેલાયેલું છે. ઉલ્લેખનીય છે કે ફ્રાંસનું ક્ષેત્રફળ પણ ૧૦૦૦ ચો.કી.મી. થી થોડું જ વધુ છે.
ચીનનાં રાષ્ટ્રીય હવમાન વિજ્ઞાાન કેન્દ્રનાં પૂર્વાનુમાન પ્રમાણે આ તોફાન તાઈવાનના ઉત્તરના છેડાને સ્પર્શી શનિવાર સાંજ સુધીમાં ચીનના પૂર્વના ફૂજીયાન પ્રાંત સાથે ટકરાશે. આ વિભાગના અધિકારી જેસન ચાંગે જણાવ્યું હતું કે વિસ્તારની દ્રષ્ટિએ ૧૯૮૭ પછી તાઈવાન સાથે અથડાનારૃં આ સૌથી મોટું તોફાન છે. આટલા વિશાળ વિસ્તારમાં ભાગ્યે જ કોઈ તોફાન પ્રસરે છે.
આ તોફાનના ભયથી લોકો ચિંતાગ્રસ્ત થઇ ગયા છે. વિજ્ઞાાનીઓ કહે છે કે આટલા પ્રચંડ તોફાન માટે ઋતુ પરિવર્તનો તો એક કારણ છે જ. પરંતુ અન્ય કારણ અલનીનો હોઈ શકે. તેથી સમુદ્રનું ઉષ્ણતામાન વધી રહે છે. વિજ્ઞાાનીઓને ચિંતા તે થાય છે કે હવે ટાફૂનો વધુને વધુ વિનાશકારી બની રહ્યાં છે.
એક્યુવેધરના વિજ્ઞાાનીઓ જણાવે છે કે જો ટાફૂન બાવી પોતાની વર્તમાન તાકાત ચાલુ જ રાખશે તો તે એશિયા પ્રશાંત ક્ષેત્રમાં ૨૦૨૪માં આવેલાં સુપર ટાઈફન કોંગ-રે પછીનું બીજું સૌથી પ્રચંડ તોફાન હશે.
તાઈવાનના પ્રમુખ લાઈ ચિંગ-તેન્સે ફેસ બુક પર જનતાને અપીલ કરી છે કે ભોજન, શુદ્ધ જળ તથા રોજીંદા જરૂરી સામાનનો રાખો સાથે ટોર્ચ પણ તૈયાર રાખો. ઓછામાં ઓછી ત્રણ દિવસ સુધીની ઇમર્જન્સી માટેની તૈયારી રાખજો.
(5:12 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
