<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 30th April 2026

AI જગતમાં ‘ભૂકંપ’: કેનેડાના માસ શૂટિંગ બાદ OpenAI અને સેમ ઓલ્ટમેન પર કેસ:ChatGPT એ ‘સલાહકાર’ની ભૂમિકા ભજવી હોવાનો ગંભીર આક્ષેપ

માનવતા હારી કે ટેકનોલોજી?: શૂટરે હત્યાકાંડ પૂર્વે ChatGPT સાથે કરી હતી ‘હિંસક’ વાતો:OpenAI એ જાણ હોવા છતાં પોલીસને કેમ ન કીધું? કંપનીના IPO ને બચાવવા સત્ય છુપાવ્યું હોવાનો પરિવારોના વકીલનો દાવો:સેમ ઓલ્ટમેને માંગી માફી, પણ રોષ યથાવત:શું હવે AI પર પ્રતિબંધ લાગશે?

નવી દિલ્હી: આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સની દુનિયામાં અત્યારે હલચલ મચી ગઈ છે. કેનેડાના બ્રિટિશ કોલંબિયાના ટમ્બલર રિજમાં ફેબ્રુઆરી મહિનામાં થયેલા માસ શૂટિંગના ભોગ બનેલા પરિવારોએ હવે સીધો OpenAI કંપની અને તેના CEO સેમ ઓલ્ટમેન વિરુદ્ધ અમેરિકાની કોર્ટમાં કેસ નોંધાવ્યો છે. આરોપ છે કે, ૧૮ વર્ષીય શૂટર જેસી વેન રુટસેલારે હત્યાકાંડ પહેલા ChatGPT નો ઉપયોગ કરીને હિંસક કાવતરાં ઘડ્યા હતા.
આ કેસ AI કંપનીઓ પર આરોપ લગાવતા અનેક કેસોમાંનો એક છે, જેમાં કહેવાય છે કે તેઓ નુકસાનકારક ચેટબોટ ઇન્ટરએક્શન અટકાવવામાં નિષ્ફળ રહ્યા છે. જોકે યુનાઇટેડ સ્ટેટ્સમાં આ પ્રથમ કેસ છે જેમાં દાવો કરવામાં આવ્યો છે કે ChatGPTએ માસ શૂટિંગમાં મદદ કરી હતી. ફરિયાદીઓમાં મૃત્યુ પામેલા અને ઘાયલ થયેલા લોકોના પરિવારજનો સામેલ છે. તેઓ અનિર્ધારિત વળતર અને OpenAIને તેની સલામતી નીતિઓમાં ફેરફાર કરવા માટે કોર્ટના આદેશની માંગ કરી છે, જેમાં સરકારી એજન્સીઓને ફરજિયાત માહિતી આપવાની પ્રક્રિયા પણ સામેલ છે.
OpenAIએ આ ઘટનાને દુર્ભાગ્યપૂર્ણ ગણાવી છે અને કેસમાં લગાવવામાં આવેલા આરોપોને નકારી કાઢ્યા છે. કંપનીએ જણાવ્યું કે તે ChatGPTની સુરક્ષા વધારવા માટે કામ કરી રહી છે, જેમાં તણાવના સંકેતોને ઓળખવું, માનસિક આરોગ્ય સહાય સાથે જોડાણ, જોખમનું મૂલ્યાંકન અને વારંવાર ગુનો કરનારાઓની ઓળખ જેવી સુવિધાઓનો સમાવેશ થાય છે. ફ્લોરિડાના એટર્ની જનરલ James Uthmeierએ 2025માં Florida State University ખાતે થયેલા શૂટિંગમાં ChatGPTની ભૂમિકા અંગે તપાસ શરૂ કરી હતી. આ કેસનો પણ તેમાં સમાવેશ કરવામાં આવે તો નવાઈ નહીં.
કેનેડાના AI મંત્રી Evan Solomon કેસ દાખલ થયા બાદ AI ચેટબોટ્સને નિયમિત કરવા અંગે વિચાર કરી રહ્યા છે. તેઓ OpenAI સાથે મળીને તેની સલામતી નીતિઓની તપાસ કરી રહ્યા છે. આ કેસમાં કોર્ટ નક્કી કરશે કે હિંસાને પ્રોત્સાહન આપવા માટે AI પ્લેટફોર્મની સંભવિત ભૂમિકા શું હોઈ શકે અને કંપનીને વપરાશકર્તાઓના કાર્યો માટે જવાબદાર ઠરાવી શકાય કે નહીં.

 

(5:39 PM IST)