<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 16th April 2026

ડ્રેગન અને ઈરાનની નવી ચાલ: ચીની સેટેલાઇટની મદદથી અમેરિકન સૈન્ય મથકો પર ઈરાનનો ચોકસાઈપૂર્વક મિસાઈલ હુમલો

અમેરિકન મથકોને નિશાન બનાવવા ઈરાને ચીનની અત્યાધુનિક નેવિગેશન ટેકનોલોજીનો ઉપયોગ કર્યો હોવાનો સનસનીખેજ ખુલાસો: મિડલ ઈસ્ટમાં ચીનની એન્ટ્રીથી પશ્ચિમી દેશોના સંરક્ષણ નિષ્ણાતોમાં ભારે ફફડાટ

નવી દિલ્હી: મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા તણાવ વચ્ચે એક એવા સમાચાર સામે આવ્યા છે જેણે પેન્ટાગોનની ઉંઘ ઉડાવી દીધી છે. ઈરાને અમેરિકાના સૈન્ય મથકો પર જે મિસાઈલ હુમલા કર્યા, તેમાં ચીનના સેટેલાઈટ નેટવર્કની મદદ લેવામાં આવી હોવાનું બહાર આવ્યું છે. ચીની સેટેલાઈટની સચોટ ગાઈડન્સ સિસ્ટમના કારણે ઈરાનની મિસાઈલોએ અમેરિકન સુરક્ષા કવચને ભેદીને ચોક્કસ લક્ષ્યાંકો પર ત્રાટકવામાં સફળતા મેળવી છે. આ ઘટના સાબિત કરે છે કે ચીન હવે સીધી રીતે નહીં તો પડદા પાછળ રહીને અમેરિકા વિરોધી દેશોને સૈન્ય મદદ કરી રહ્યું છે. જો ચીન અને ઈરાન વચ્ચેનું આ ટેકનોલોજીકલ જોડાણ આગળ વધશે, તો મિડલ ઈસ્ટમાં અમેરિકાનું પ્રભુત્વ જોખમમાં મુકાઈ શકે છે.
આ રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે ઇરાને આ માટે ટી-૦૧બી સેટેલાઇટનો ઉપયોગ કર્યો હતો. આ સેટેલાઇટને ચીનની કંપની અર્થ આઈએ તૈયાર કર્યો હતો. તેની સેવાઓને ઇરાની એરોસ્પેસ ફોર્સે ખરીદી હતી. ફાઇનાન્સિયલ ટાઇમ્સનો દાવો છે કે તેણે ઇરાની લશ્કરના લીક થયેલા દસ્તાવેજોનો અભ્યાસ કરીને આ જાણકારી આપી છે.
ચીને આ સેટેલાઇટ લોન્ચ કર્યાના થોડા જ સમય પછી ઇરાને તેની સેવાઓ લીધી હતી. અખબારે જણાવ્યું હતું કે ઇરાની સેનાના કમાન્ડરોએ સેટેલાઇટ લોન્ચ કરનારી જણાવ્યું હતું કે તે અમેરિકન લશ્કરી થાણાઓનું મોનિટરિંગ કરે. તેના પછી સેટેલાઇટની મદદથી અન્ય તસ્વીરો લેવામાં આવી અને અન્ય જાણકારીઓ હાંસલ કરવામાં આવી. આ તસ્વીરો પહેલેથી જ મેળવી લેવામાં આવી હતી. તેથી જ અમેરિકાએ જ્યારે ઇરાન પર હુમલો કર્યો તો ઇરાને પણ તેના જવાબમાં ઇરાક, કતાર, સાઉદી અરેબિયા, સહિત કેટલાય સ્થળોએ અમેરિકન થાણાઓ પર હુમલા કર્યા. ચીનના સેટેલાઇટ્સની રેન્જમાં એશિયાનો મોટો હિસ્સો આવે છે. ચીનના વિદેશ મંત્રાલયે આ અહેવાલને ફગાવી દીધો છે. તેનું કહેવું છે કે ચીન પર ટેરિફ લગાવવા માટે આ પ્રકારના આરોપ લગાવવામાં આવી રહ્યા છે.

 

(5:27 PM IST)