તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 29th May 2026
બ્લડ રિપોર્ટ નોર્મલ આવે તો પણ છેતરાતા નહીં: વિટામિન B12 નોર્મલ હોવા છતાં મગજ અને નસોને કરી શકે છે ખોખલું: નવા તબીબી સંશોધનનો સનસનાટીપૂર્ણ ખુલાસો
નસોમાં ખાલી ચડવી, યાદશક્તિ ઓછી થવી કે માનસિક તણાવ પાછળ છુપાયેલું હોઈ શકે છે મોટું કારણ: રિપોર્ટની 'નોર્મલ રેન્જ' પાછળ છુપાયેલા ભયંકર જોખમથી ડોક્ટરો પણ ચિંતિત

નવી દિલ્હી: હેલ્થ સેક્ટરમાં અત્યાર સુધી વિટામિન B12 ના લેવલને લઈને જે માપદંડો હતા, તેને હચમચાવી મૂકે તેવું એક નવું વૈજ્ઞાનિક સંશોધન સામે આવ્યું છે. સામાન્ય રીતે શરીરમાં થાક, નસોની નબળાઈ કે માનસિક ભ્રમ જેવી સ્થિતિમાં ડોક્ટરો B12 ની તપાસ કરાવે છે અને જો રિપોર્ટ નોર્મલ રેન્જમાં આવે તો રાહતનો શ્વાસ લે છે. પરંતુ, નવા સંશોધનોએ તબીબી આલમને ચોંકાવી દીધી છે, જેમાં સાબિત થયું છે કે લોહીમાં વિટામિન B12 નો આંકડો સામાન્ય હોવા છતાં, તે સેલ્યુલર સ્તરે (કોષોના સ્તરે) મગજ અને ચેતાતંત્ર (ਨਸો) ની ગંભીર બીમારીઓ માટે જવાબદાર હોઈ શકે છે.
આ સંશોધન કેલિફોર્નિયા યુનિવર્સિટીના વૈજ્ઞાનિકોએ કર્યું છે, જેના પરિણામો એક મેડિકલ જર્નલમાં પ્રકાશિત થયા છે. સ્ટડીમાં જાણવા મળ્યું છે કે કેટલાક વડીલોમાં સામાન્ય બી12 લેવલ હોવા છતાં બ્રેઈન ફંક્શન અને નર્વસ સિસ્ટમ પર અસર દેખાવા લાગી હતી. વિટામિન બી12 શરીરમાં રેડ બ્લડ સેલ્સ બનાવવા, નસોને હેલ્ધી રાખવા અને DNA બનાવવા માટે મહત્વની ભૂમિકા ભજવે છે. તેની ઉણપથી એનિમિયા, નબળાઈ, હાથ-પગ સુન્ન થઈ જવા, યાદશક્તિ નબળી પડવી અને બેલેન્સ બગડવા જેવી સમસ્યાઓ થઈ શકે છે. અત્યાર સુધી ડોકટરો મુખ્યત્વે ગંભીર ઉણપવાળા કેસો પર ધ્યાન આપતા રહ્યા છે, પરંતુ નવું સંશોધન કહે છે કે સમસ્યાઓ તેનાથી ઘણી વહેલી શરૂ થઈ શકે છે.
સંશોધન ટીમે આશરે 71 વર્ષની સરેરાશ ઉંમર ધરાવતા 231 હેલ્ધી વડીલો પર સ્ટડી કર્યો. તેમાંથી કોઈને ડિમેન્શિયા કે હળવી માનસિક નબળાઈની સમસ્યા ન હતી. વૈજ્ઞાનિકોએ માત્ર કુલ બી12 લેવલ જ નહીં, પરંતુ એક્ટિવ બી12ની પણ તપાસ કરી. આ એ જ સ્વરૂપ છે, જેનો શરીર વાસ્તવમાં ઉપયોગ કરી શકે છે. રસપ્રદ વાત એ રહી કે મોટાભાગના લોકોનું બી12 લેવલ મેડિકલ ધોરણો મુજબ સામાન્ય હતું. આમ છતાં, જે લોકોમાં એક્ટિવ બી12 ઓછું હતું, તેમનામાં વિચારવાની સ્પીડ અને વિઝ્યુઅલ પ્રોસેસિંગ ધીમી જોવા મળી હતી. સંશોધનમાં એ પણ સામે આવ્યું છે કે તેમના મગજની નસો સંકેતો પર ધીમી પ્રતિક્રિયા આપી રહી હતી.
બ્રેઈન સ્કેનમાં વૈજ્ઞાનિકોએ વધુ એક મહત્વની વાત જોઈ. જે લોકોમાં એક્ટિવ બી12 ઓછું હતું, તેમના મગજમાં વ્હાઇટ મેટર લીઝન વધુ જોવા મળ્યા હતા. વ્હાઇટ મેટર મગજના અલગ-અલગ ભાગો વચ્ચે સંદેશા પહોંચાડવાનું કામ કરે છે. આ ભાગોને નુકસાન પહોંચવાનો સંબંધ સ્ટ્રોક, ડિમેન્શિયા અને માનસિક નબળાઈ સાથે જોડવામાં આવે છે. ન્યુરોલોજીસ્ટ એક્સપર્ટે જણાવ્યું કે આ સ્ટડી દર્શાવે છે કે વર્તમાન મેડિકલ ધોરણો બી12ની શરૂઆતી બ્રેઈન અને ન્યુરોલોજીકલ સમસ્યાઓને સંપૂર્ણપણે પકડી શકતા નથી. તેમના મતે ઘણા લોકોમાં સ્પષ્ટ લક્ષણો દેખાતા પહેલા જ નસો અને મગજ પર અસર શરૂ થઈ શકે છે.
(5:30 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
