તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 31st July 2026
ડોનાલ્ડ ટ્રમ્પનો મોટો દાવો: હમાસ અને ઇઝરાયલ વચ્ચે ઐતિહાસિક શાંતિ સમજૂતી:IDF ગાઝામાંથી પીછેહઠ કરશે
મધ્ય પૂર્વમાં યુદ્ધવિરામના અણસાર: અમેરિકાના પૂર્વ પ્રમુખનો દાવો: યુદ્ધ વિરામ અને બંધકોની મુક્તિ સહિત ગાઝામાંથી સેના પાછી ખેંચવા સહમતિનો દાવો

નવી દિલ્હી: મધ્ય પૂર્વમાં લાંબા સમયથી ચાલી રહેલા ભીષણ રક્તપાત વચ્ચે અમેરિકાના પૂર્વ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે એક ચોંકાવનારો અને મોટો દાવો કર્યો છે; ટ્રમ્પના જણાવ્યા અનુસાર, ઇઝરાયલ અને હમાસ વચ્ચે એક ઐતિહાસિક સમજૂતી પર સહમતિ બની ગઈ છે, જે હેઠળ ઇઝરાયલી સંરક્ષણ દળો (IDF) ગાઝા પટ્ટીમાંથી તબક્કાવાર પોતાના સૈનિકો પાછા ખેંચશે; આ ઐતિહાસિક કરારમાં યુદ્ધવિરામ, બંને પક્ષો વચ્ચે બંધકોની આપલે અને ક્ષેત્રમાં શાંતિ પુનઃસ્થાપિત કરવા માટેના મહત્ત્વના મુદ્દાઓ આવરી લેવાયા હોવાનો દાવો કરવામાં આવ્યો છે; જો આ દાવો વાસ્તવિકતામાં પરિણમશે તો આંતરરાષ્ટ્રીય સ્તરે તે બહુમોટો રાજદ્વારી વળાંક સાબિત થશે અને મધ્ય પૂર્વમાં માનવતાવાદી સંકટ હળવું થવાની મોટી આશા જાગશે.
ટ્રમ્પે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરતા જણાવ્યું કે જેમ-જેમ હમાસ અને અન્ય સંગઠનોનું નિરસ્ત્રીકરણ પૂરું થશે, તેમ-તેમ ઇઝરાયેલી સેના ગાઝામાંથી ખસતી જશે. ત્યારબાદ આંતરરાષ્ટ્રીય સ્ટેબલાઇઝેશન ફોર્સ અને નવી પેલેસ્ટાઇન પોલીસ સંયુક્તપણે ગાઝાની સુરક્ષાની કમાન સંભાળશે. આ વ્યવસ્થાથી ઇઝરાયેલની સુરક્ષા સુનિશ્ચિત થશે અને ભવિષ્યમાં ગાઝાનો ઉપયોગ આતંકવાદી હુમલાના અડ્ડા તરીકે નહીં થઈ શકે.
આ સમજૂતી અંતર્ગત ગાઝામાં એક નવી પેલેસ્ટાઇનની સરકારની રચના કરવામાં આવશે. જે 'બોર્ડ ઓફ પીસ' સાથે મળીને પ્રશાસન, પુનર્નિર્માણ અને સામાન્ય લોકોના જીવનને સામાન્ય બનાવવાનું કાર્ય કરશે. ટ્રમ્પે આને તેમના 20-પૉઇન્ટ પ્લાનનો મહત્વપૂર્ણ ભાગ ગણાવ્યો છે. જેનો ઉદ્દેશ્ય ગાઝા સંઘર્ષને સમાપ્ત કરવાનો છે.
(5:27 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
