<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 24th September 2026

મધ્ય પૂર્વમાં મહાયુદ્ધના પિશાચી એંધાણઃ ઈરાને અમેરિકા-ઈઝરાયેલ પર ફેરવ્યો કાળો નાગ: હુમલો થયો તો યુદ્ધ સીધું હિંદ મહાસાગરમાં સટાકથી ભડકે બળશે

સુપરપાવર અમેરિકાને ઈરાન મોરચાની રાક્ષસી અને કાળમુખી ખુલ્લી ચેતવણી:પરમાણુ મથકો અને મિલિટરી બેઝ પર હુમલો થયો તો વૈશ્વિક તેલ પુરવઠા અને દરિયાઈ માર્ગોનો બોલાવી દેવાશે પૂરેપૂરો કૂચડો

નવી દિલ્હી:મધ્ય પૂર્વ (મિડલ ઈસ્ટ) અને વૈશ્વિક રાજકારણના આકાઓ, પેન્ટાગોન તથા આંતરરાષ્ટ્રીય સેનાઓના હોશ ઉડાડી દેતો, અરેરાટી બોલાવી દેતો અને કાનમાંથી ધુમાડા કાઢી નાખે તેવો અતિશય વિસ્ફોટક તથા પિશાચી કિસ્સો સામે આવ્યો છે! મહાસત્તા અમેરિકા અને ઈઝરાયેલ સાથે વધતા જતાં કાળમુખા તણાવ વચ્ચે ઈરાને સીધો જ ધડાકો કરતાં વિસ્ફોટક ચેતવણી આપી છે કે જો ઈરાન પર ફરીથી કોઈ સૈન્ય કે પરમાણુ હુમલો થયો તો આ યુદ્ધ માત્ર મધ્ય પૂર્વ પૂરતું મર્યાદિત નહીં રહે, પણ સીધું હિંદ મહાસાગર સુધી પહોંચીને કાળો નાગ ફેરવી દેશે.
વિશ્વના પાંચ મહાસાગરોમાં ત્રીજા ક્રમનો સૌથી મોટો હિંદ મહાસાગર આશરે 70.5 મિલિયન ચોરસ કિલોમીટર વિસ્તાર ધરાવે છે અને પૃથ્વીની જળસપાટીનો આશરે 20 ટકા હિસ્સો રોકે છે. ઉત્તરમાં એશિયાથી ઘેરાયેલા આ મહાસાગરમાં બાબ અલ-મંદેબ અને હોરમુઝની ખાડી જેવા અત્યંત મહત્ત્વપૂર્ણ દરિયાઈ વેપાર માર્ગો આવેલા છે, જ્યાં ચાલી રહેલા સંઘર્ષના કારણે કોમોડિટી જહાજોની અવરજવરમાં ભારે ઘટાડો નોંધાયો છે. આ દરિયાઈ માર્ગો પર સર્જાયેલા અવરોધોને કારણે વૈશ્વિક વેપાર અને સપ્લાય ચેઇનને ગંભીર ફટકો પડ્યો છે.
આ પરિસ્થિતિની સીધી અને મોટી અસર ભારત પર પડવાની પૂરી શક્યતા છે કારણ કે ભારત હિંદ મહાસાગરના ઉત્તરીય છેડે આવેલું છે અને ગલ્ફ ક્ષેત્ર સાથે તેની વ્યાપક દરિયાઈ વેપારી ભાગીદારી છે. ભારત તેની ક્રૂડ ઓઈલની જરૂરિયાતના 88 ટકાથી વધુ ભાગ આયાત કરે છે, અને હોરમુઝની ખાડીમાં સર્જાયેલા અવરોધોને કારણે ઊર્જા પુરવઠો પ્રભાવિત થયો છે. સપ્ટેમ્બર મહિનામાં બ્રેન્ટ ક્રૂડ 100 ડૉલર પ્રતિ બેરલને પાર કરી ગયું છે, જેના કારણે ભારતનું આયાત બિલ વધવાની સાથે રૂપિયા પર પણ દબાણ સર્જાયું છે અને દેશના અર્થતંત્ર સામે મોટા પડકારો ઊભા થયા છે.

 

(6:20 PM IST)