તા. ૪ ડિસેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૨ માગશર સુદ – ૧૫ ગુરૂવાર
News of Thursday, 28th May 2026
મિડલ ઈસ્ટમાં મહાવિનાશક યુદ્ધ ચરમસીમાએ: લેબેનૉન-ઈઝરાયલ બોર્ડર પર કાળો કેર:૩૦૦ ગામો ખાલી કરવા કડક આદેશ સાથે 'કોમ્બેટ ઝોન' જાહેર
ફાઇટર જેટ્સ અને મિસાઇલોના ધડાકાથી આભ ફાટ્યું: હજારો મકાનો સેકન્ડોમાં કાટમાળના ઢગલામાં ફેરવાયા: લાખો લોકો હિજરત કરવા મજબૂર, વૈશ્વિક સ્તરે ભારે ફફડાટ

નવી દિલ્હી: રશિયા-યુક્રેન સંઘર્ષ વચ્ચે હવે મિડલ ઈસ્ટમાં લેબેનૉન અને ઈઝરાયલ વચ્ચે ફાટી નીકળેલું યુદ્ધ અત્યંત ભયાનક અને વિનાશક સપાટી પર પહોંચી ગયું છે. પ્રાપ્ત વિગતો અનુસાર, સરહદી વિસ્તારોમાં રહેતા નાગરિકોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને અથવા લશ્કરી ઓપરેશનના ભાગરૂપે આશરે ૩૦૦ જેટલા ગામો અને શહેરી વિસ્તારોને તાત્કાલિક ખાલી કરી દેવાનો કડક આદેશ જારી કરવામાં આવ્યો છે. આ સમગ્ર સેક્ટરને સત્તાવાર રીતે 'કોમ્બેટ ઝોન' એટલે કે સક્રિય યુદ્ધ ક્ષેત્ર જાહેર કરાતાં ગમે ત્યારે આનાથી પણ મોટો લશ્કરી ભડાકો થવાની આંતરરાષ્ટ્રીય આશંકાઓ સેવાઈ રહી છે.
ઈઝરાયલી સેનાએ હિઝબુલ્લાહ પર વારંવાર યુદ્ધવિરામનું ઉલ્લંઘન કરવાનો આરોપ લગાવતાં કહ્યું છે કે, તેઓ હવે આ વિસ્તારમાં અત્યંત આક્રમક બળ સાથે લશ્કરી કાર્યવાહી કરશે. આ ચેતવણી બાદ ઈઝરાયલે દક્ષિણના મોટા શહેર તાયર (Tyre) પર જોરદાર એરસ્ટ્રાઇક કરી છે. જેના કારણે સ્થાનિક લોકોમાં ભારે નાસભાગ મચી ગઈ છે. અહેવાલો મુજબ, છેલ્લા 24 કલાકમાં ઈઝરાયલી સેનાએ 9 વખત વિસ્તાર ખાલી કરવાની ચેતવણીઓ જાહેર કરી છે.
ઝહરાની નદીની દક્ષિણના વિસ્તારોને ખાલી કરવાના આ આદેશથી લગભગ 300 નગરો અને ગામડાંઓ પ્રભાવિત થયા છે. ઇન્ટરનેશનલ કમિટી ઑફ ધ રેડ ક્રોસ(ICRC)ના લેબેનૉન ખાતેના વડા એગ્નેસ ધુરના જણાવ્યા અનુસાર, દક્ષિણ લેબેનૉનની સ્થિતિ હવે અત્યંત જોખમી વળાંક પર પહોંચી ગઈ છે. કિનારાના શહેર સિદોન(Sidon)માં હવે વિસ્થાપિત પરિવારોને આશરો આપવા માટે જગ્યા બચી નથી, તેથી લોકોને વધુ પૂર્વમાં આવેલી બેકા વેલી અને માઉન્ટ લેબેનૉન તરફ જવા માટે અપીલ કરવામાં આવી રહી છે.
(5:23 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
