હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
જોર્ડનમાં મહાવિનાશક કાળમુખો સનસનાટીભર્યો ધડાકોઃ ઈરાને એક જ રાતમાં રાક્ષસી હુમલા બોલાવી અમેરિકાના અનેક યુદ્ધ વિમાનો અને હેલિકોપ્ટરો સટાકથી ડેમેજ કરી નાખ્યા
મધ્ય પૂર્વમાં ભયાનક મહાયુદ્ધનો વિસ્ફોટ, સુપરપાવર અમેરિકાના સૈન્ય અડ્ડા પર ઈરાનનો કાળમુખો પ્રહાર:જોર્ડનમાં આવેલા યુએસ મિલિટરી બેઝ પર ઈરાની મિસાઈલો અને પિશાચી આત્મઘાતી ડ્રોનનો કાળજું કંપાવી દેતો વરસાદઃ અડધી રાત્રે ભયાનક ધમાકાઓ અને વિસ્ફોટોથી ધરા ધ્રૂજી ઊઠી, અમેરિકી વિમાનો-હેલિકોપ્ટરોનો ભૂકો બોલી ગયો: અબજો ડોલરના શસ્ત્રો અને સૈન્ય સાધનો ખાખ થઈ જતાં વ્હાઈટ હાઉસમાં મસમોટો ફફડાટ

નવી દિલ્હી: મિડલ ઈસ્ટમાં ત્રીજા વિશ્વયુદ્ધના બ્યુગલ વાગી રહ્યા હોય તેમ સમગ્ર વિશ્વના હોશ ઉડાડી દેતો અને સુપરપાવર દેશોને હચમચાવી મુકે તેવો એક અત્યંત ચોંકાવનારો, સનસનાટીભર્યો અને વિસ્ફોટક કાળમુખો ધડાકો સામે આવ્યો છે! જોર્ડનમાં આવેલા અમેરિકાના લશ્કરી અડ્ડાઓ પર ઈરાને એક જ રાતમાં ભયાનક રાક્ષસી હુમલા બોલાવીને અમેરિકી વાયુસેનાના અનેક યુદ્ધ વિમાનો અને લડાકુ હેલિકોપ્ટરોને સટાકથી ડેમેજ કરીને મસમોટું નુકસાન પહોંચાડ્યું છે!
માહિતી અનુસાર ઈરાને જોર્ડનમાં મુવાફ્ફક સલાતી એરબેઝને નિશાન બનાવ્યું હતું. ત્યાં ડ્રોન અને મિસાઈલોનો વરસાદ કરી અમેરિકાની ઊંઘ ઊડાડી દીધી હતી. આ હુમલા બાદ એવા ઘણા વીડિયો સામે આવ્યા હતા જેમાં અમેરિકાના ડેમેજ થયેલા સી હૉક હેલકોપ્ટર, ફાઈટર જેટને બીજી લૉકેશન પર ખસેડવામાં આવી રહ્યાનો દાવો કરાયો હતો.
અમેરિકન મીડિયાના અહેવાલ પ્રમાણે ઈરાનના હુમલામાં 8 જેટલા અમેરિકન F-15 ફાઈટર જેટને નુકસાન થયું હતું. જેને રિપેરિંગ કરાવવાની ફરજ પડી હતી. જોકે આ સાથે એક A-10 થંડરબોલ્ટ જેને વૉરથોગ પણ કહેવાય છે તે પણ આ હુમલાની લપેટમાં આવી ગયું હતું. સૂત્રો તો એવું પણ કહે છે કે આ વિમાનની એક પાંખ જ ગાયબ થઇ ગઈ હતી. ઈરાનના હુમલાનો સામનો કરવા માટે અમેરિકાએ 30થી વધુ પેટ્રિયટ મિસાઈલો ઝીંકવી પડી હતી જે તેના માટે ખુબ ખર્ચાળ સાબિત થાય એમ છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
