તા. ૧ સપ્ટેમ્બર ર૦ર૪ વિક્રમ સંવત ર૦૮૦ શ્રાવણ વદ-૧૪, રવિવાર
News of Thursday, 7th May 2026
દરિયાની વચ્ચે મોતનું તાંડવ: સ્પેનના લક્ઝરી જહાજમાં ‘હંટા વાયરસ’નો આતંક:૩ પ્રવાસીઓનો ભોગ લેવાયો
દુર્ગમ ટાપુઓની સફર લોહિયાળ બની: જહાજ પર સવાર મુસાફરોમાં ફફડાટ:વાયરસના ભયથી ક્રૂ મેમ્બર્સ પણ સ્તબ્ધ: શું ટાપુ પરથી જહાજમાં આવ્યો વાયરસ? મેડિકલ ઈમરજન્સી જાહેર: દરિયાની વચ્ચે ફસાયેલા હજારો લોકોના જીવ જોખમમાં

નવી દિલ્હી: દુનિયાના દુર્ગમ અને અજાણ્યા ટાપુઓની સફરે નીકળેલું સ્પેનનું એક વિશાળ જહાજ અત્યારે મોતના સાય હેઠળ છે. જહાજમાં અચાનક 'હંટા વાયરસ' ફાટી નીકળતા ૩ પ્રવાસીઓના ટૂંકી બીમારી બાદ કરૂણ મોત નીપજ્યા છે. આ ઘટના બાદ જહાજ પર સવાર અન્ય સેંકડો પ્રવાસીઓમાં ભારે ડરનો માહોલ જોવા મળી રહ્યો છે.
વિશ્વ આરોગ્ય સંસ્થાએ માહિતી આપી હતી કે મૃતકોમાં એક જર્મનીનો નાગરિક અને એક નેધરલેન્ડનું દંપતિ હતું. સ્પેનના અધિકારીઓએ જહાજને ત્રણથી ચાર દિવસમાં કેનરીના કોઇ ટાપુ પર લાવવામાં આવશે એવી જાહેરાત કરી હતી. જહાજના તમામ યાત્રીઓની અને ક્રુ મેમ્બરના આરોગ્યની ઘનિષ્ઠ ચકાસણી અને સારવાર કરવામાં આવશે. પ્રવાસીઓના આરોગ્યની સંપૂર્ણ તપાસ પછી જ પોતાના દેશ જવા દેવામાં આવશે.પ્રાપ્ત માહિતી અનુસાર એમ વી હોંડિયસ નામનું સ્પેન કંપનીનું એક્ ક્રુઝ જહાજ એન્ટાર્કિટા અને દક્ષિણ એન્ટાર્કિટકાના અંતરિયાળ ગણાતા ટાપુઓના પ્રવાસે હતું. અત્યંત દુગર્મ સ્થળે મુશ્કેલીથી પહોંચવાનો રોમાંચ અનુભવવાનો શોખીનો આમાં પ્રવાસ કરતા હોય છે.
એમવી હોંડિયસ ૧ એપ્રિલથી દક્ષિણ આર્જેન્ટિનાથી રવાના થયું હતું. ૬ એપ્રિલના રોજ જહાજમાં નેધરલેન્ડના ૭૦ વર્ષિય નાગરિકને તાવ,માથાનો દુખાવો અને ડાયેરિયાની અસર થઇ હતી. ૧૧ એપ્રિલના રોજ શ્વાસ લેવામાં તકલીફ ઉભી થતા જહાજમાં જ મુત્યુ થયું હતું. એ સમયે મુત્યુ થવાનું કારણ જાણી શકાયું ન હતું. બે સપ્તાહ પછી ૨૪ એપ્રિલે જહાજ સેંટ હેલેના પહોંચે તે પહેલા એ ટાપુ પાસે રોકાયું જયાં મૃતકના શબને ઉતારવાનું હતું. ૬૯ વર્ષની પત્ની પોતાના પતિના શબને લઇને ટાપુ પર મુકીને આફ્રિકા જવા રવાના થઇ હતી. ૨૫ એપ્રિલે મહિલા દક્ષિણ આફ્રિકાની ફલાઇટ પકડે તે પહેલા અચાનક તબિયત બગડવાથી એરપોર્ટ પર જ બેભાન થઇને પડી હતી.
(6:43 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
