<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 16th May 2026

દરિયાની વચ્ચે મોતની સવારી?: લક્ઝરી ક્રૂઝ શિપમાં ઘાતક વાયરસનો વિસ્ફોટ, સેંકડો મુસાફરો ઝપેટમાં

નેધરલેન્ડ પહોંચતા જ આખું જહાજ સીલ કરાશે: મેડિકલ ઈમરજન્સી જાહેર:અધવચ્ચે જહાજમાં આઈસોલેશન વોર્ડ બનાવાયા: મુસાફરોમાં ભારે ફફડાટ અને આક્રોશ, આંતરરાષ્ટ્રીય હેલ્થ એજન્સીઓ ઍલર્ટ પર

નવી દિલ્હી: દરિયાના મોજાં પર સવાર થઈને વેકેશન માણવા નીકળેલા પ્રવાસીઓ માટે એક અત્યંત ચોંકાવનારા અને હચમચાવી દે તેવા સમાચાર સામે આવ્યા છે. એક વિશાળ અને લક્ઝરી ક્રૂઝ શિપમાં અચાનક જ કોઈ અજ્ઞાત અને અત્યંત ઘાતક વાયરસનો વિસ્ફોટ થયો છે. જહાજમાં સવાર સેંકડો મુસાફરો અને ક્રૂ મેમ્બર્સ આ રહસ્યમય વાયરસની ઝપેટમાં આવી જતાં દરિયાની વચ્ચે જ રીતસરનો હાહાકાર મચી ગયો છે.
નેધરલેન્ડના આરોગ્ય મંત્રી સોફી હર્મન્સ અને વિદેશ મંત્રી ટોમ બેરેન્ડસને સંસદને જાણ કરી છે કે, શિપમાં ચેપી વાયરસ ફેલાતો અટકાવવા માટે તમામ આંતરરાષ્ટ્રીય નિયમો હેઠળ આ આકરા પગલાં ભરવામાં આવી રહ્યા છે. સ્થાનિક નાગરિકોને હોમ ક્વોરેન્ટાઈન કરવામાં આવશે, જ્યારે અન્ય દેશોના નાગરિકોને સરકારી સુવિધામાં રાખવામાં આવશે.
ઓપરેટર કંપની ‘ઓશનવાઈડ એક્સપિડિશન્સ’ના રિપોર્ટ અનુસાર, આ જહાજ પર હાલ 25 ક્રૂ મેમ્બર્સ અને બે તબીબી કર્મચારીઓ સહિત કુલ 27 લોકો સવાર છે. જેમાં ફિલિપાઈન્સના 17, નેધરલેન્ડના ચાર, યુક્રેનના ચાર, રશિયાનો એક અને પોલેન્ડના એક નાગરિકનો સમાવેશ થાય છે.
વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO)ની ગાઈડલાઈનને ટાંકીને નેધરલેન્ડ નેશનલ ઈન્સ્ટિટ્યૂટ ફોર પબ્લિક હેલ્થ એન્ડ ધ એન્વાયર્નમેન્ટ (RIVM)એ સલાહ આપી છે કે, ફિલિપાઈન્સના 17 ક્રૂ મેમ્બર્સે નેધરલેન્ડમાં જ ક્વોરેન્ટાઈન રહેવું પડશે. ફિલિપાઈન્સમાં સુવિધા ન હોવાના કારણે અને શ્રેષ્ઠ તબીબી સારવારના અભાવને કારણે આ નિર્ણય લેવાયો છે.

 

(6:07 PM IST)