તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 16th September 2026
સુદાનમાં કાળમુખો મહાવિનાશઃ સોનાની ખાણ ધસી પડતાં ૬૦ થી વધુ શ્રમિકોના પિશાચી મોત: અનેક જીવતા દટાયા
આફ્રિકી દેશ સુદાનમાંથી કાળજું કંપાવી દેતી અત્યંત ભયાનક દુર્ઘટનાના સમાચારથી સમગ્ર વિશ્વ સ્તબ્ધ:સોનું ખોદવાની લાલચમાં ઊંડાણ સુધી પહોંચેલા ગરીબ શ્રમિકો પર માટીનો રાક્ષસી પહાડ સટાકથી તૂટી પડ્યો: ૬૦ થી વધુ મજૂરોના ઘટનાસ્થળે જ પિશાચી રીતે નીકળી ગયા પ્રાણ

નવી દિલ્હી : વિશ્વના નકશા પરથી સમગ્ર માનવજાતના હોશ ઉડાડી દેતો, અરેરાટી બોલાવી દેતો અને કાળજું કંપાવી દેતો એક અત્યંત ચોંકાવનારો અને કાળમુખો ધડાકો સામે આવ્યો છે! આફ્રિકી દેશ સુદાનમાં આવેલી સોનાની એક વિશાળ ખાણ અચાનક પિશાચી સ્પીડે ધસી પડતાં ૬૦ થી વધુ કમનસીબ શ્રમિકોના કાળમુખા મોત નીપજ્યા છે, જ્યારે અનેક મજૂરો હજુ પણ જમીનની અંદર પિશાચી અંધકારમાં દટાયેલા હોવાની આશંકા સેવાઈ રહી છે.
સ્થાનિક સૂત્રો અને આંતરરાષ્ટ્રીય અહેવાલો મુજબ, પશ્ચિમ કોર્દોફોનના અલ-નુહુદ શહેર નજીક આવેલી સોનાની ખાણ રવિવારે અચાનક ધરાશાયી થઈ ગઈ હતી. રાહત અને બચાવ કામગીરી દરમિયાન અત્યાર સુધીમાં 60 મૃતદેહો બહાર કાઢવામાં આવ્યા છે. સુદાનમાં મોટાભાગે સોનું કાઢવા માટે કોઈપણ આધુનિક ટેકનોલોજી વગર અત્યંત જોખમી અને પરંપરાગત પદ્ધતિઓ અપનાવવામાં આવે છે. ત્યારબાદ આ સોનાની મોટાપાયે દાણચોરી અને ગેરકાયદેસર વેચાણ થાય છે, જેના કારણે મજૂરો માટે જોખમ હંમેશા વધારે રહે છે.
સુદાનની મોટાભાગની ખાણોમાં સુરક્ષાના મૂળભૂત નિયમોનું પાલન થતું નથી અને કટોકટી સમયે જરૂરી બચાવ સાધનો પણ ઉપલબ્ધ હોતા નથી. પશ્ચિમ કોર્દોફોન ક્ષેત્રની મોટાભાગની સોનાની ખાણો પેરામિલિટરી ફોર્સ 'રેપિડ સપોર્ટ ફોર્સિસ'ના નિયંત્રણ હેઠળ છે, જેમના માટે આ ખાણો આવકનો મોટો સ્ત્રોત છે. આમ છતાં ત્યાં કામ કરતા નિર્દોષ મજૂરોની જિંદગીની સુરક્ષા માટે કોઈ યોગ્ય વ્યવસ્થા કરવામાં આવતી નથી.
સુદાનમાં સુરક્ષા વિના ચાલતી સોનાની ખાણો અવારનવાર મોતનો કૂવો સાબિત થતી રહે છે. અગાઉ જુલાઈ 2026માં ઉત્તરી સુદાનના વાદી હાફા વિસ્તારમાં સોનાની ખાણ ધસી પડવાના કારણે 15 લોકોના મોત થયા હતા. તે પહેલાં એપ્રિલ 2026માં પણ ખાણ અકસ્માતમાં 7 મજૂરોએ જીવ ગુમાવ્યા હતા અને અન્ય 6 લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા.
(5:50 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
