તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 3rd June 2026
એઆઈની દુનિયામાં ક્લોડ મોડેલનો મોટો ધમાકો: ટેક જગત સ્તબ્ધ: સોફ્ટવેરના નકશા બદલી નાખતું એડવાન્સ ફીચર:કોડિંગની ગુપ્ત ખામીઓ અને બગ્સ જાતે જ પકડી પાડવા લાગ્યું
દુનિયાભરના હેકર્સ અને પ્રોગ્રામર્સની ઊંઘ હરામ: ક્ષણભરમાં સિક્યોરિટી લૂપહોલ્સ શોધીને સોફ્ટવેરને લોખંડી બનાવશે ક્લોડ: ડિજિટલ સિક્યોરિટીના મોરચે નવો ક્રાંતિકારી યુગ શરૂ

નવી દિલ્હી: આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની રેસમાં અગ્રેસર ગણાતા ક્લોડ (Claude) એઆઈ મોડેલે પ્રોગ્રામિંગ અને સોફ્ટવેર ડેવલપમેન્ટના ક્ષેત્રમાં એક નવો સણસણતો ઇતિહાસ રચી દીધો છે. મળતી પાકી વિગતો મુજબ, ક્લોડનું નવું અપડેટ એટલું પાવરફુલ અને તીક્ષ્ણ સાબિત થઈ રહ્યું છે કે તે બજારમાં ઉપલબ્ધ વિવિધ જટિલ સોફ્ટવેર્સ, એપ્લિકેશન્સ અને ઓપરેટિંગ સિસ્ટમ્સના કોડિંગમાં રહેલી ભયાનક ખામીઓને ગણતરીની સેકન્ડોમાં શોધી કાઢે છે. જે બગ્સ અને લૂપહોલ્સ શોધવામાં મોટા-મોટા સોફ્ટવેર એન્જિનિયરોને અઠવાડિયાઓનો સમય લાગતો હતો, તે કામ આ એઆઈ મોડેલ ચપટી વગાડતા કરી રહ્યું છે!
કોઈ પણ પ્રકારની ઓનલાઇન સિસ્ટમમાં કોઈને કોઈ પ્રકારની ખામી હોય જ છે, એ કોઈના ધ્યાનમાં ન આવે ત્યાં સુધી જ એ સિસ્ટમ સલામત રહે છે. સિસ્ટમના ડેવલપર્સના ધ્યાનમાં એ ખામી આવી જાય અને તેઓ તેને સુધારી લે તો સિસ્ટમ વધુ મજબૂત બને, પરંતુ હેકર્સ આ ખામી પહેલાં જાણી લે તો તેઓ તેનો પૂરેપૂરો દુરુપયોગ કરી શકે.
ક્લાઉડ માયથોસ આવી ખામી અસાધારણ ઝડપે શોધી શકે છે. તેનો દુરુપયોગ થવાની સંભાવના હોવાથી કંપનીએ બહુ મર્યાદિત પ્રમાણમાં, ક્લોડ માયથોસ પ્રીવ્યૂ નામે,લગભગ ૫૦ જેટલી સહયોગી કંપનીઓને તેનો ઉપયોગ કરવાની સવલત આપી છે.
હમણાં કંપનીએ જાહેર કર્યું કે આ મોડેલનો ઉપયોગ કરીને પહેલા જ મહિનામાં વિવિધ પ્રકારના મહત્ત્વના સોફ્ટવેરમાં દસ હજાર પ્રકારની ગંભીર કે અતિ ગંભીર કહી શકાય તેવી ખામીઓ શોધી શકાઈ છે. અત્યારે સમગ્ર ઇન્ટરનેટની અનેક વેબસાઇટ્સના સલામતી કવચ તરીકે કામ કરતા ક્લાઉડફ્લેર સોફ્ટવેર, મોઝિલા, યુકેની એઆઇ સિક્યોરિટી ઇન્સ્ટિટ્યૂટ વગેરે ક્લાઉડ માયથોસની મદદથી પોતપોતાની સિસ્ટમમાં રહેલી ખામીઓ શોધી રહી છે. લગભગ તમામ કંપની કબૂલી રહી છે કે ક્લોડ માયથોસને કારણે તેમની સિસ્ટમમાંની ગંભીર ખામીઓ હવે તેમની નજરમાં આવી રહી છે. અત્યારે તો ક્લાઉડ માયથોસની મદદથી ખામી શોધીને તેને સુધારી લેવામાં આવી રહી છે. પરંતુ મોટા ભાગની ઇન્ટરનેટ સર્વિસમાં બને છે તેમ હેકર્સ આ ક્લાઉડ માયથોસ સુધી પહોંચી જશે તો ઇન્ટરનેટની દુનિયામાં હાહાકાર મચી જવાની પૂરી સંભાવના છે.
(5:34 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
