તા. ૨૭ ઓગષ્ટ ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ શ્રાવણ સુદ – ૧૪ ગુરૂવાર
News of Wednesday, 13th May 2026
મ્યાંમારના ‘મોતના અડ્ડા’માંથી ચીની સૈનિકનું ફિલ્મી એસ્કેપ: ૧૯ ફૂટ ઊંચી દીવાલ કૂદી, શરીરે છાણ લગાવી શિકારી કૂતરાઓને થાપ આપી
સૈન્ય તાલીમ કામે લાગી: સાઈબર ગુનેગારોએ ૧૧ લોકોને ક્રિપ્ટોકરન્સીના બદલામાં વેચી દીધા હતા:એક મહિના સુધી ગોંધી રાખી માર માર્યો: ગંધ છુપાવવા ગાયનું છાણ લગાવ્યું અને સરહદ પર ગાર્ડને પછાડી વતન પહોંચ્યો:સોશિયલ મીડિયા પર પૂર્વ સૈનિક યાંગ લેઈની બહાદુરીના ડંકા!

નવી દિલ્હી: મ્યાંમારમાં સક્રિય સાઈબર માફિયાઓના સકંજામાંથી ચીનના એક પૂર્વ ઈન્ફન્ટ્રી સૈનિક યાંગ લેઈ (Yang Lei) ના ભાગવાની કહાની અત્યારે ઈન્ટરનેટ પર વાયરલ થઈ છે. યાંગ લેઈ માર્ચ મહિનામાં ૧૦ લોકોના ગ્રુપ સાથે થાઈલેન્ડ પ્રવાસે હતો, પરંતુ ગેરકાયદે ટૂર ઓપરેટરની ભૂલને કારણે આખું ગ્રુપ મ્યાંમારના કુખ્યાત સાઈબર ક્રાઈમ હબમાં ફસાઈ ગયું હતું. ગુનેગારોએ તેમને એક મહિના સુધી બદબૂદાર મકાનમાં પૂરી રાખ્યા અને સાઈબર ફ્રોડ કરવા માટે મજબૂર કર્યા હતા.
યાંગ લેઈ નામના ચીનના આ પૂર્વ સૈનિકના કહેવા પ્રમાણે તે એક મહિના પહેલાં થાઈલેન્ડમાં એક ૧૦ લોકોના ગુ્રપનું નેતૃત્વ કરતો હતો. તેણે જે ટૂર ઓપરેટરને રોક્યો હતો તેની પાસે કાયદેસર પરવાનગી ન હતી. તેના કારણે બોર્ડર પર સાઈબર ગુનેગારોના સકંજામાં એનું આખું ગુ્રપ આવી ગયું. તેના સહિત ૧૧ લોકોને એક ગુ્રપે ક્રિપ્ટોકરન્સી લઈને બીજા ગુ્રપને વેચી નાખ્યા હતા.
સાઈબર ગુનેગારોએ તેમને એક મોટા મકાનમાં એક મહિના સુધી બંધ રાખ્યા. બદબૂદાર સ્થળે તેમની પાસે સાઈબર ક્રાઈમનું કામ કરાવાયું. ખૂબ માર મારવામાં આવતો હતો. ત્યાં બીજા પણ ઘણાં આ રીતે કામ કરે છે અને તેમને વર્ષમાં એક જ વખતમાં ફોનમાં વાત કરવા દેવાય છે તેણે હિંમત કરીને ભાગવાની કોશિશ કરી. મકાનની લગભગ ૧૮-૧૯ ફૂટ દીવાલ તેણે લશ્કરની આકરી તાલીમના કારણે ઓળંગી લીધી, પરંતુ જો તે ભાગી ગયો છે એવી જાણ થાય તો તેની શોધખોળ શરૂ થાય. ડોગ્સની મદદથી ભાળ મેળવવામાં સફળ થાય તો ફરી યાતના આપે. શરીરની ગંધ છુપાવવા માટે તેણે શરીર પર છાણ લગાવ્યું. કલાકો સુધી ભાગતો રહ્યો અને ચીનની સરહદે પહોંચ્યા પછી પણ એક ગાર્ડ સાથે લડીને સરહદમાં પ્રવેશી શક્યો. ફિલ્મની સ્ટોરી જેવું આ એસ્કેપ સાહસ અત્યારે ચીનમાં ચર્ચામાં છે.
(6:04 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
