તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 5th October 2026
દીકરાને ગેમિંગની લત છોડાવવા જતાં ચાઇનીઝ મમ્મીને ૬૦ વર્ષે લાગ્યો લાઇવ ગેમિંગનો ચસકો

બીજીંગ,તા.૫: ઝોન્ગ જુઆન્જુઆન નામની મહિલા ચાઇનીઝ ઑનલાઇન ગેમિગ ઇન્ડસ્ટ્રીમાં લાડથી આન્ટી જુઆન તરીકે જાણીતાં છે. આન્ટી જુઆનને જુવાનીમાં જરાય કમ્પ્યુટર આવડતું નહોતું. ઇન ફેક્ટ, તેઓ જ્યાં રહેતાં હતાં એ ગામમાં તો છેક હજી એક દાયકા પહેલાં સુધી ઇન્ટરનેટ માટે કેફે પર જવું પડતું હતું. જોકે તેમનો દીકરો ગેમિગનો જબરો શોખીન હતો. તેણે આખી જિદગી છૂટક કામો કરીને માંડ ઘર ચલાવ્યું હતું. જોકે તેને પોતાના દીકરાની ગેમિગની આદત બિલકુલ ગમતી નહોતી. તેને લાગતું હતું કે દીકરો ગેમ રમવામાં સમય બરબાદ કરી રહ્યો છે. દીકરો નાનો હતો ત્યારે તેનું ગેમિગ છોડાવવા તેને ખૂબ પનિશમેન્ટ પણ કરી, પણ દીકરો સુધર્યો નહીં. ઊલટાનું દીકરાએ માને કહ્યું કે જો તારે છૂટક પાર્ટ-ટાઇમ કામોમાંથી છુટકારો જોઈતો હોય તો કમ્પ્યુટર શીખી જા. શરૂઆતમાં તો આન્ટી જુઆન ન માન્યાં, પણ ૨૦૨૦માં કોરોનાના સમયમાં બધું જ કામ ઠપ્પ થઈ ચૂક્યું હતું ત્યારે તેમણે દીકરા પાસેથી કમ્પ્યુટર શીખ્યું. ગેમ રમવાનું શરૂ કર્યું અને પછી તો એવો ચસકો લાગ્યો કે આજે આન્ટી જુઆનનાં ઑનલાઇન ગેમિગ માટે લગભગ ૩ લાખ ફોલોઅર્સ છે અને ઑનલાઇન ગેમિગ દ્વારા આન્ટી આસાનીથી જીવી શકાય એટલી કમાણી કરી લે છે.
(9:56 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
