<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 29th May 2026

ચીનના પુરુષો પહેરે છે બીજિંગ બિકિની

બિકિની તો સ્‍ત્રીઓ જ પહેરે અને એ પણ મોટા ભાગે બીચસાઇડ કે પૂલસાઇડ રિસોર્ટ્‍સમાં જ. આવું જો તમે માનતા હો તો ખોટું છે

બીજિંગ,તા.૨૯: બિકિની તો ષીઓ જ પહેરે અને એ પણ મોટા ભાગે બીચસાઇડ કે પૂલસાઇડ રિસોર્ટ્‍સમાં જ. આવું જો તમે માનતા હો તો ખોટું છે. ચીનમાં ભરબજારે તમને બિકિની પહેરેલા પુરુષો જોવા મળી જશે. ચાની ટપરી પર ચા પીતા હોય કે બજારમાં ખરીદી કરવા જતા હોય, કેટલાય પુરુષો સ્‍થાનિક ભાષામાં ‘બીજિગ બિકિની' તરીકે ઓળખાતી સ્‍ટાઇલમાં જોવા મળશે. આ ફેન્‍સી નામ અપાયું છે પુરુષોના નોર્મલ કપડાંને જ. સુતરાઉ કાપડના ટી-શર્ટ કે શર્ટને પેટ પરથી ઊંચું કરી લેવાની સ્‍ટાઇલને કહેવાય છે બીજિગ બિકિની. આ સ્‍ટાઇલ કોઈ ફેશનને કારણે નહીં પણ ગરમીથી ત્રસ્‍ત થઈને અપનાવાયેલી છે. ગરમી, બફારો એટલો ભારે છે કે પુરુષો શરીરને ઠંડું રાખવા અને પેટ પર બહારની હવા અડે તો પસીનો ઓછો થાય એ માટે ટી-શર્ટને પેટ પરથી ઉઠાવીને ષીઓએ બ્‍લાઉઝ પહેર્યું હોય એટલું ઊંચું ઉઠાવી લે છે. આ ફેશન યંગસ્‍ટર્સમાં નહીં પણ આધેડ વયના અને મોટું પેટ ધરાવતા લોકોમાં વધુ જોવા મળી છે. ગોળમટોળ હોય એવા લોકોને ગરમી પણ બહુ લાગે છે એટલે ચીનમાં પુરુષો પબ્‍લિક પાર્ક, રસ્‍તાઓ, કેફે કે કોઈ પણ જાહેર સ્‍થળે બિન્‍ધાસ્‍ત પેટ ખોલીને બેસી જાય છે. આ સ્‍ટાઇલનું નામ બીજિગ બિકિની કેવી રીતે પડ્‍યું એ ખબર નથી, પરંતુ લોકોનું કહેવું છે કે બહુ પહેલાં ચીનની રાજધાની બીજિગમાં લોકો ગરમીથી છુટકારો મેળવવા માટે ખાસ બપોરના સમયે ટી-શર્ટ ઉપર ચડાવી લેતા હતા. જોકે હવે તો ચીનના તમામ ગરમ વિસ્‍તારોમાં આ પ્રથા જોવા મળે છે.

(10:05 AM IST)