<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 25th April 2026

AI ની દુનિયામાં ચીની ‘ડ્રેગન’નો ધડાકો: ડીપસીકે લોન્ચ કર્યું અત્યંત શક્તિશાળી ‘V-4’ મોડલ:અમેરિકાના ગઢમાં મચ્યો ખળભળાટ

બુદ્ધિશાળી મશીનોની રેસમાં ચીન મોખરે: ગણતરીની સેકન્ડોમાં જટિલ કોડિંગ અને ગણિત ઉકેલશે ‘V-4’: ઓપન-એઆઈ અને ગૂગલ સામે સીધો પડકાર: સસ્તું, ઝડપી અને ઘાતક—ચીની સ્ટાર્ટઅપે ટેકનોલોજીની વ્યાખ્યા બદલી નાખી: શું હવે ડિજિટલ દુનિયા પર ચીનનો કબજો થશે?

નવી દિલ્હી: આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની જંગમાં ચીને મોટો દાવ ખેલ્યો છે. ચીની સ્ટાર્ટઅપ કંપની ડીપસીકે તેનું લેટેસ્ટ એઆઈ મોડલ 'DeepSeek-V4' લોન્ચ કરીને દુનિયાને ચોંકાવી દીધી છે. ટેક નિષ્ણાતોના મતે, આ નવું મોડલ અમેરિકાના જીપીટી (GPT) અને ક્લોડ (Claude) જેવા દિગ્ગજ મોડલ્સ કરતા પણ વધુ ઝડપી અને સચોટ હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. ખાસ કરીને પ્રોગ્રામિંગ અને ગાણિતિક તર્ક કરવામાં 'V-4' એ નવા રેકોર્ડ સ્થાપ્યા છે.

આ નવી સીરીઝમાં મુખ્ય બે મોડેલ છે : તેનું વી-૪ પ્રો મોડલ અધરા કામો અને સચોટ ગણતરી માટે છે. જ્યારે, તેનું વી-૪ ફ્લેશ મોડલ ખૂબ જ ઝડપી અને સસ્તું છે. આ બંને મોડેલ એકસાથે ૧૦ લાખ શબ્દો જેટલી લાંબી માહિતી વાંચી અને સમજી શકે છે. તે માહિતી યાદ રાખવાની ક્ષમતામાં ગૂગલના જેમિની મોડેલની બરાબર છે.

ડીપસીકનું કહેવું છે કે તેમનું નવું મોડેલ કોડિંગ અને ગણિતમાં બીજા બધા ઓપન-સોર્સ એઆઈ પ્રોગ્રામ્સ કરતા આગળ છે. તે અમેરિકન ટેકનોલોજીની ખૂબ નજીક પહોંચી ગયું છે. 

(4:53 PM IST)